પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીના ‘સદૈવ અટલ સ્મારક’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી.
શ્રી વાજ્પેયજી ૧૬ થી ૩૧ મેં ૧૯૯૬ દરમિયાન તથા ફરી ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૧૩ મે ૨૦૦૪ દરમિયાન ભારતના વડાપ્રધાન રહી ચૂકયા છે. ઓક્ટોબર ૧૯૯૯ ની સંસદીય ચૂંટણીના પરિણામો પછી જયારે તેઓ શ્રી ભારતના વડાપ્રધાન તરીકે સ્થાનગ્રહણ કર્યું ત્યારે તેઓ સળંગ ત્રણ લોકસભા ચૂંટણી જીતેલા શ્રી નહેરુ પછી ના પ્રથમ વડાપ્રધાન બન્યા .
૨૫ ડિસેમ્બર ૧૯૨૪ ના રોજ ગ્લાલિયર, મધ્યપ્રદેશ ખાતે જન્મેલા શ્રી વાજપેયીજીના પિતાનું નામ ક્રિષ્ના બિહારી બાજપેય અને માતાનું નામ શ્રીમતી ક્રીષ્ણાદેવી હતું. તેઓ શ્રી ચાર દાયકા થી પણ વધારે સાંસદ સભ્ય રહ્યાનો અનુભવ ધરાવે છે, ૧૯૫૭ થી તેઓ શ્રી સાંસદ રહી ચૂકયા છે. તેઓ શ્રી ૧૯૬૨ થી ૧૯૮૬ દરમિયાન પાંચમી, છઠી , સાતમી તથા ફરી દસમી, અગિયારમી, બારમી, અને તેરમી લોકસભા તથા રાજ્યસભાના સભ્ય રહી ચૂકયા છે, ૨૦૦૪માં તેઓ જયારે લખનઉ , ઉતરપ્રદેશ યા સળંગ થી ચૂંટાયા ત્યારે એ તેમની સળંગ પાંચમી જીત હતી, તેઓ એક માત્ર એવા સાંસદ છે કે જે યુ.પી ,ગુજરાત ,એમ.પી, અને દિલ્હી એમ ચાર જુદા જુદા સભામાંથી ચૂંટાયા હોય. વડાપ્રધાન તરીકે તેઓ શ્રી એ એવા સમૃદધ વારસાનું નિર્માણ કર્યું કે તેમની નિવૃત્તિ ના દાયકાઓ પછી પણ લોકોની સ્મૃતિ માં તેમની યાદગિરી હજુ તાજી છે. તેઓ જાણે રાષ્ટ્રધર્મ , ( હિન્દી માસિક ), પંચજન્ય ( હિન્દી અઠવાડિક ) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું, તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં મેરી સંસદીય યાત્રા , મેરી ઈક્વાયત કવિતાઓ , સંક્લ્પકાલ , શક્તિએ શાંતિ સાંસદ ભવનમાં ચાર દાયકા ( સભાસદનું વચન ) લોક સભાએ અટલજી મુત્યુ યા હત્યા , અમર બલિદાન , કૈદી કવિરાજ ફ્રી કુંડલીયા , ભારતીય – વિદેશ નીતિના નવા આયામો , જનસંઘ ઔર મુસલમાન , સંસદ મેં તીન દશક અમર આગ રે નો સમાવેશ થાય છે,


