એક્ટિવ કેસોની સંખ્યા 3400ને પાર
કોરોના વાયરસ ફરી એકવાર લોકોને ડરાવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, શનિવારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા ૩૪૦૦ને પાર કરી ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ મળી આવ્યા છે, જે મે 2023 પછીના એક દિવસમાં નોંધાયેલા કેસોની સૌથી વધુ સંખ્યા છે. 24 કલાકમાં કોવિડ-19 વાયરસના સંક્રમણને કારણે 4 દર્દીઓના મોત થયા છે.
શુક્રવારે દેશમાં કોવિડ-19ના 640 કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. તેના આગલા દિવસે કોરોના વાયરસના એક્ટિવ કેસ 2,669 થી વધીને 2,997 થયા અને શનિવારે આ આંકડો 3,420 પહોંચ્યો. શનિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ (266), કર્ણાટક (70), મહારાષ્ટ્ર (15), તમિલનાડુ (13) અને ગુજરાત (12) જેવા રાજ્યો સહિત 17 રાજ્યોમાં કોવિડ-19 વાયરસના એક્ટિવ કેસ વધી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડને કારણે કેરળમાં 2, કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 દર્દીના મોત નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જેએન. 1 ઓમિક્રોન ગ્રૂપનો હોવાનું કહેવાય છે. જેએન.1 વેરિયન્ટ અત્યાર સુધી દુનિયાના 41 દેશોમાં ફેલાઇ ગયો છે. સંગઠને કહ્યું કે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાજનક હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં જોવા મળેલા તમામ JN.1 કેસ ખૂબ જ હળવા છે. દર્દીઓ કોઈપણ સમસ્યા વિના ઝડપથી સાજા થઈ રહ્યા છે.