દીલ્હીમાં ફરી કંપાવનારી ઘટના બની : કારચાલકને લૂટીને બદમાશોએ વાહનમાં 200 મીટર સુધી ઢસળતા મોતદીલ્હીમાં ફરી કંપાવનારી ઘટના બની
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
દિલ્હીમાં ફરી એક વખત કંઝાવાલા જેવી ઘટના બની છે. દિલ્હીમાં મોત બનીને દોડી રહેલી કારના બદમાશોએ લૂટ કર્યા બાદ એક કાર ચાલકને રસ્તા પર 200 મીટર સુધી ઢસડ્યો હતો. આ હેવાનિયત બાદ યુવકનું મોત થઈ ગયુ હતું . ઘટના દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં બની હતી. મૃતક વ્યક્તિનું નામ બિજેન્દ્ર છે. 43 વર્ષીય બિજેન્દ્ર પટેલ વ્યવસાયે એક ટેક્સી ડ્રાઈવર હતા. કારની પાછળ ચાલી રહેલા એક શખ્સે તેનો વિડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
રાત્રીના સમયે કેટલાક લૂંટેરાઓએ બિજેન્દ્ર પરથી તેની કાર લૂંટી લીધી હતી. બિજેન્દ્રએ પોતાની સાથે થયેલી લૂંટનો વિરોધ કર્યો. કાર લૂટ્યા બાદ જ્યારે ગુનેગારો ત્યાંથી ભાગવા લાગ્યા તો તેમનો વિરોધ કરતા બિજેન્દ્ર પોતાની કાર પર લટકી ગયા પરંતુ ગુનેગારોએ કાર ન રોકી અને લગભગ 200 મીટર સુધી તેમને ઢસડીને લઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બિજેન્દ્ર કાર સાથે લટકી ગયા છે અને ગુનેગારો રસ્તા પર તેમને ઢસડી રહ્યા છે.
આ ઘટના સમયે રસ્તા પર અન્ય કારો પણ નજર આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમાંથી કોઈકે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટેક્સી ડ્રાઈવરના મોત બાદ હવે પોલીસે આ મામલે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. બિજેન્દ્ર ફરીદાબાદના રહેવાસી હતા. ગંભીર વાત એ છે કે, જે સમયે બિજેન્દ્ર સાથે આ હેવાનિયત થઈ રહી હતી તે સમયે રસ્તા પર અન્ય કારો પણ હતી પરંતુ કોઈએ પણ બિજેન્દ્રની મદદ ન કરી.