ચંદ્રયાન, સૂર્યયાન બાદ ગગનયાન, અવકાશમાં એક પછી એક ભારતના ડંકા
જય હો .. .. ગગણ્યાં મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળ લોન્ચિંગ
ઇસરોને મળી કામિયાબી, પ્રારંભમાં થોડી મિનિટો માટે ટેસ્ટિંગ અટક્યાં બાદ લોન્ચિંગ થયું, વડાપ્રધાને આપ્યા અભિનંદન
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ભારત એક પછી એક અવકાશ મિશનમાં કામિયાબ થઈને વિશ્વમાં પોતાની શક્તિ બતાવી રહ્યો છે.આજે ફરી દેશ માટે ગૌરવની ઘડી સર્જાઇ હતી. આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચ કરવામાં આવી હતી . આ પહેલા તેને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું પણ થોડા સમય બાદ જ ઇસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટ્રાયલમાં ફ્લાઈટ TV-D1નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યુંહતું . ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું. વડાપ્રધાને ઇસરોને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન અને સૂર્ય યાન બાદ ગગન યાન માટે ભારતે કમર કસી છે.
ઇસરો ચીફે એસ. સોમનાથે ગગનયાનની સફળતા અંગે કહ્યું હતું કે ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ ઉપરાંત ઇસરો ચીફે તમામ વૈજ્ઞાનિકને શુભેચ્છા પાઠવી હતી.ઇસરોના ગગનયાન મિશનની ફ્લાઈટ TV-D-1નું પરીક્ષણ સફળ રહ્યું હતું. ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
ઇસરોનું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણેઆ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.