કેનેડામાં આઈએસઆઈના એજન્ટને તેની જ ઓફિસમાં સળગાવી દીધો
ભારતનો દુશ્મન અને ખાલિસ્તાન સમર્થક હતો
કેનેડાના સરે શહેરમાં પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈ ના રાહત રાઓ નામના એજન્ટને તેની જ ઓફિસમાં એક અજ્ઞાત શખ્શે જીવતો સળગાવી દીધો હતો.રાહતને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાહેર થયું છે. આઇએસઆઈ એ રાહતને કેનેડામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરવા માટે મોકલ્યો હતી.નીજજર હત્યા કેસમાં પણ અગાઉ પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રાહતને ફોરેક્સ નો બિઝનેસ હતો.શનિવારે બપોરે એક શખ્સ તેની ઓફિસમાં ગયો હતો અને તેના શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આઇએસઆઈ એ રાહત અને તારિક કિયાનીને કેનેડામાં ખાલિસ્તાનીઓ ને મદદ કરવા તેમ જ ભારત વિરોધી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મોકલ્યા હતા.રાહતને ખાલિસ્તાની તત્વો સાથે ખૂબ નજીકના સબંધો હતા.ભારતના આ દુશ્મન સાથે થયેલી આ ઘટનાએ ભારે રહસ્ય સર્જ્યું છે.
નિજ્જર હત્યામાં હાથ હોવાની આશંકા
રાહત અને તારિક કિયાની ગુરૂપત્વાન પન્નુ સાથે ડ્રગનો ધંધો કરતા હતા અને તેની કમાણી નો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિ માટે કરતા હતા. નિજજર ની હત્યા થયા બાદ કેનેડિયન પોલીસે રાહતની પૂછપરછ કરી હતી. એવું માનવામાં આવે છે કે ડ્રગના કારોબારમાં નિજજર એક મજબૂત હરીફ તરીકે ઉભરી રહ્યો હતો અને પાકિસ્તાન ડ્રગ કારોબાર પોતાના હાથમાં રાખવા માંગતું હતું એટલે આઈએસઆઈ એ તેને પતાવી દેવાનો હુકમ કર્યો હતો.