કેજરીવાલ કેવી રીતે થયા કોર્ટમાં હાજર ? જુઓ
હવે કઈ તારીખે સુનવણી ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્યા. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સીએમને હાજર થવું પડશે.
ઇડીએ કોર્ટ પાસે માંગ કરી હતી કે કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે કે તેમણે ફિઝિકલી રીતે હાજર થવું પડશે. તેના પર કોર્ટે કહ્યું કે તેના વકીલે પહેલા જ કહ્યું છે કે તેઓ હાજર થશે અને જામીન અરજી પણ દાખલ કરશે.
વર્ચ્યુઅલ હાજર રહેવા દરમિયાન કેજરીવાલે કહ્યું કે, હું ફિઝિકલી રીતે હાજર થવા માંગતો હતો પરંતુ અચાનક આ વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ 1 માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ કોઈપણ તારીખ આપી શકાય છે. તેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે 16 માર્ચની તારીખ આપી હતી.
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ED દ્વારા જારી કરવામાં આવેલા છેલ્લા પાંચ સમન્સ અવગણના અને આ દરમિયાન પોતાની ગેરહાજરીનું સ્પષ્ટીકરણ આપવા માટે કેજરીવાલ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.