ઈન્દોરમાં જળપ્રલય, અનેક ગામ ડૂબ્યાં
શહેરમાં હોડીઓ તરી, અનેક જિલ્લામાં હાહાકાર, સ્કૂલ કોલેજો બંધ, હજારોનાં સ્થળાંતર
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
મધ્ય પ્રદેશમાં સતત ભારે વર્ષા થઈ રહી હોવાથી સ્થિતિ ખરાબ થઈ હતી અને અનેક જિલ્લાઓમાં જળ પ્રલય થઈ જતાં હજારોનું સ્થળાંતર થયું હતું અને ઈન્દોરમાં તો શર્મા હોડીઓ તરી હતી અને સેંકડો લોકોને બચાવી લેવાયા હતા.
સતત ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં હાહાકાર ફેલાયો હતો. સ્કૂલ કોલેજો બંધ થઈ ગઈ હતી. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
ઈન્દોરમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો પરિણામે 100 થી વધુ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તમામ નદીઓ બે કાંઠે વહી રહી હતી અને અનેક માર્ગો બંધ પડી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
આગામી 48 કલાક ભારે છે તેવી આગહીને પગલે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઇન્દોરની જનતાએ એવી માહિતી આપી હતી કે 60 વર્ષમાં ક્યારે ય આવો ભારે વરસાદ એકધારો જોયો નથી.