અમેરિકામાં શું થયું ભારતીય સ્ટુડન્ટનું ? વાંચો
અમેરિકામાં વધુ એક ભારતીય સ્ટુડન્ટનું રહસ્યમય મોત ,
ચાલુ વર્ષે 10 ભારતીયોના મોતથી ભારે ચિંતા, ભારતીય દૂતાવાસ એક્શનમાં
અમેરિકામાં ભારતીય વિધ્યાર્થીઓના રહસ્યમય મોતનો આઘાતજનક સિલસિલો યથાવત જ રહ્યો છે અને અમેરિકાના ઓહિયો રાજ્યમાં વધુ એક સ્ટુડન્ટનું રહસ્યમય મૃત્યુ થઈ ગયું હતું. ઓહિયોના ક્લેવલેન્ડ ખાતેથી ઉમા સત્ય સાઈ ગડ્ડે નામના ભારતીય સ્ટુડન્ટની લાશ મળી આવી હતી.
આ બારામાં પોલીસે તપાસ શરૂ કરી છે તેમ ભારતીય કોનસયુલેટે જણાવ્યું હતું. તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે બારામાં હજુ કોઈ વિગત બહાર આવી નથી. 2024 ના વર્ષમાં અમેરિકામાં અત્યાર સુધીમાં 10 ભારતીયોના અને મોટા ભાગે સ્ટુડન્ટના રહસ્યમય મોત થઈ ગયા છે.
ભારતીય દૂતાવાસ દ્વારા ઉમાના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવા માટે સહાયતા કરવામાં આવી છે. ઉમાના પરિવારજનો સાથે અધિકારીઓ સંપર્ક જાળવી રહ્યા છે. અમેરિકામાં ભારતીયોના આ રીતે રહસ્યમય મોત અંગે ભારતના શાસકો પણ ચિંતિત છે. થોડા દિવસો પહેલા વિદેશ મંત્રાલયે આ બાબતે અમેરિકા સાથે વાત કરી ચિંતા જાહેર કરી હતી.
