મહારાષ્ટ્રની મડાગાંઠ અંગે શું નવી વાતો બહાર આવી ? શું થયું ? જુઓ
- સત્તા માટે ગઠબંધન હઠ-બંધન બની ગયા છે ત્યારે નવી વાત બહાર આવી
- શિંદેને માનભેર નાયબ સીએમ બનાવવાનો તખ્તો તૈયાર
- શિંદે જૂથના નેતાએ ફોડ પાડ્યો : નારાજ નથી પણ તબિયત ખરાબ છે: પાર્ટીના 60 નેતાઓએ શિંદેને સંદેશ આપ્યો છે, બોસ માની જાઑ, સરકારમાં તમારી હાજરી જરૂરી છે
મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે સર્જાયેલી મડાગાંઠ વચ્ચે રિસામણા-મનામણાંની કવાયત ચાલુ જ રહી છે. સત્તા માટે ગઠબંધન હવે હઠ-બંધન બની ગયું છે ત્યારે શિવસેનાએ એવી અટકળોને ફગાવી દીધી છે કે તેના નેતા અને રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદને લઈને મડાગાંઠથી નારાજ છે અને તેથી તેમણે મહાયુતિ ગઠબંધનની બેઠક રદ કરી છે અને તેમના વતન ગયા છે.જો કે એમની પાર્ટીના નેતાઓની વાત પરથી એવું ફલિત થાય છે કે શિંદેને માનભેર નાયબ મુખ્યમંત્રી બનાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
પાર્ટીના નેતા ઉદય સામંતે કહ્યું છે કે શિંદેની તબિયત ખરાબ છે અને જલ્દી બેઠક યોજાય તેવી શક્યતા છે. પોર્ટફોલિયોની ફાળવણી અને મુખ્ય પ્રધાન પદની ચર્ચાઓ વધુ વિલંબિત થઈ ગઈ છે કારણ કે શિંદે દિલ્હીથી પાછા ફર્યા પછી તેમના વતન સાતારા ગયા હતા, જ્યાં તેમણે ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત બીજેપી નેતૃત્વને મળ્યા હતા.
સામંતે શુક્રવારે કહ્યું, ” તેઓ પાછા આવશે અને એવું નથી કે મીટિંગ્સ માત્ર શારીરિક રીતે જ થઈ શકે છે. તે વીડિયો કોન્ફરન્સિંગ અથવા મોબાઈલ કોમ્યુનિકેશન દ્વારા પણ થઈ શકે છે. જેમ કે એકનાથ શિંદેએ કહ્યું હતું કે “મહારાષ્ટ્ર કેબિનેટને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.”
ધારાસભ્યોનો શિંદેને સંદેશ
સામંતે કહ્યું, “તમામ 60 ધારાસભ્યોએ મળીને શિંદેજીને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ નાયબ મુખ્યમંત્રી બને. એકનાથ શિંદે તેઓ પોતે નિર્ણય લેશે.” તેમણે વધુમાં કહ્યું, “તેમના માટે સરકારમાં રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે લાડલી બેહન યોજના શરૂ કરી હતી. તેથી સરકારમાં તેમની હાજરી મહત્વપૂર્ણ છે. ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે બેઠક થશે, જેમાં કેબિનેટનું વિસ્તરણ નક્કી કરવામાં આવશે.
મહાયુતીના સંયોજક બનવાની વાત પણ ચર્ચામાં
આ પહેલા શિવસેનાના નેતા અને શિંદેના નજીકના સંજય શિરસાટે સંકેત આપ્યા હતા કે એકનાથ શિંદે કદાચ નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે મહાયુતિ 2.0 સરકારમાં બીજા સ્થાનને સ્વીકારવાને બદલે મહાયુતિના સંયોજક બનવા તૈયાર છે. જો કે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા પર અડગ છે. શિંદેએ વારંવાર કહ્યું છે કે તેઓ સરકારની રચનામાં અવરોધ નહીં બને અને મુખ્ય પ્રધાન પદને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિર્ણયનું પાલન કરશે.
5 મી ડિસેમ્બરે શપથ સમારોહનો સંકેત
શિંદે જુથની ગૃહ મંત્રાલયની માંગ
અમિત શાહના ઘરે દિલ્હીમાં માહાયુતીના નેતાઓની ચર્ચા બાદ માંગણી અંગેના અહેવાલો ચાલુ જ રહ્યા હતા અને એવી વાત પણ બહાર આવી હતી કે શિંદે જુથ દ્વારા ગૃહ મંત્રાલય આપવાની માંગણી કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ શિંદે દ્વારા નાણા મંત્રાલયની માંગ પણ કરવામાં આવી હતી.