Summer Makeup Tips : જો ગરમીમાં મેકઅપ કરવો છે તો મહિલાઓ અપનાવો આ ખાસ ટિપ્સ
મહિલાઓની સૌથી પ્રિયા વસ્તુ હોય તો તે છે મેકઅપ. આજના સમયમાં આકર્ષક લાગવા માટે મેકઅપ અત્યંત આવશ્કયક બની જાય છે ત્યારે ઉનાળામાં મહિલાઓને મેકઅપ કરવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઉનાળામાં તમને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હેવી મેકઅપ અને તેના તત્વો તમને નુકસાન પહોંચાડી શકે છે. ઉનાળામાં મેકઅપના કારણે તમારે અનેક મુશ્કેલી પરેશાન કરે છે, કારણ કે આ સમયે ત્વચા ઘણીવાનો સામનો કરવો પડી શકે છે ઉનાળામાં મેકઅપથી તમારી ત્વચા તૈલી અને ચીકણી દેખાય છે.ત્યારે અમે લઈને આવ્યા છે ઉનાળામાં તમારા માટે મેકઅપ ટિપ્સ
મોઇશ્ચરાઇઝર
ઉનાળામાં તમારે હેવી મોઇશ્ચરાઇઝર લગાવવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તે તમારી ત્વચાને તૈલી બનાવશે અને ચીકણું દેખાશે. જો તમે લાઇટ મોઇશ્ચરાઇઝર પસંદ કરો તો તે વધુ સારું રહેશે. જો તમે ઇચ્છો તો, તમે વોટર બેઝડ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકો છો, જે તૈલી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
ફાઉન્ડેશન
સ્ત્રીઓ મોટાભાગે તેમના મેકઅપમાં વધુ ફાઉન્ડેશનનો ઉપયોગ કરે છે, પરંતુ ઉનાળામાં હાઈ કવરેજ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાથી તે પરસેવા સાથે ગાયબ થઇ જશે. ક્યારેક વધુ પડતા પરસેવાને કારણે આ ફાઉન્ડેશન તમારા ચહેરા પર દેખાવા લાગે છે. ઉનાળામાં, હાઈ કવરેજ ફાઉન્ડેશન ચહેરાને વધુ સફેદ બનાવી શકે છે, જેના કારણે તમારો મેકઅપ દેખાવ ખરાબ દેખાવા લાગે છે અને તમારી ત્વચાને નુકસાન પણ કરી શકે છે.
નાઈટ માસ્ક
શિયાળાની ઋતુમાં મહિલાઓમાં નાઈટ માસ્ક પહેરવાનો ક્રેઝ ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. આ માટે મહિલાઓ તેમના ચહેરા પર હેવી નાઈટ ક્રીમ માસ્ક લગાવે છે, જેથી ત્વચા મોઈશ્ચરાઈઝ રહે. પરંતુ ઉનાળામાં તેને ન લગાવો, કારણ કે તે તમારી ત્વચાના છિદ્રોને બ્લોક કરી દેશે, જેનાથી ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યા થઈ શકે છે.
સનસ્ક્રીન
આ ઋતુમાં, ખાસ કરીને તડકામાં, સનસ્ક્રીન લગાવ્યા વિના બહાર ન જવું જોઈએ, પરંતુ ધ્યાન રાખો કે તમારું સનસ્ક્રીન લાઈટ હોવી જોઈએ. શિયાળામાં વપરાતી સનસ્ક્રીનને બદલીને, હવે ઉનાળા માટે લાઈટ સનસ્ક્રીનનો ઉપયોગ કરો, જે વોટર બેઝડ આધારિત છે. ગ્રીસી અને હેવી સનસ્ક્રીનનો ઉપયોગ ટાળવો જોઈએ જે ખીલ અને અન્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
ક્લીન્ઝર
સફાઈ એ ત્વચા સંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, ઉનાળામાં એસ્ટ્રિજન્ટ અથવા ટોનરનો ઉપયોગ કરો, જેથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે. આ માટે તમે ઘરે બનાવેલા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો, જેમ કે ગુલાબ જળ. ત્વચાને સાફ કરવાની સાથે તેને કોમળ અને સુંદર રાખવામાં પણ મદદ કરે છે.