સજના હૈ મુજે….રાજકોટના બ્યુટીસૂલન ‘દિવાળી’એ સોળે કલાએ નિખરયા: 1500 થી કઈ 15,000ના પેકેજ
હેર અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે લેડીઝ સાથે જેન્ટ્સનો ક્રેઝ:હેરમાં બોટકસ,નેનો પ્લાસ્ટીયા,જ્યારે ફેશિયલમાં હાઇડ્રાની ડિમાન્ડ
સજના હૈ મુજે દિપાવલી કે લિયે……. રાજકોટના બ્યુટી પાર્લર અને સલૂન બજારની જેમ ભરચકક જોવા મળ્યા હતા. આ વર્ષે બ્યુટીશયન માટે સોળે કળાએ ખીલ્યો છે. કોરોનાના સમય બાદ પ્રથમ વખત બ્યુટી પાર્લરમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નવરાત્રી પછી દિવાળી અને હવે આગામી સમય લગ્નગાળાની હોવાથી બ્યુટી પાર્લરના સેક્ટર ફુલફ્લેશમાં રિચાર્જ થઈ ગયા છે.
ફેશન સ્ટ્રેટ ધ જર્ની ઓફ બ્યુટીના અલ્પેશભાઈ બગથરીયા જણાવ્યું હતું કે, આજના સમયમાં યુવતીઓ સાથે યુવાનો પણ હવે હેર અને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા થયા છે. હેરમાં બોટકસ અને નેનો પ્લાસ્ટીયા ટ્રીટમેન્ટ વધુ ચાલી રહી છે જે આર્ટિફિશિયલ નથી અને હેરની ક્વોલિટીને સુધારે છે આથી આ ટ્રીટમેન્ટ યુવતીઓ વધારે કરાવી રહી છે જ્યારે જેન્ટ્સ સેવીગ્સ,વિયર્ડ અને સ્કિન ટ્રીટમેન્ટ કરાવે છે.
જ્યારે નવરાત્રી કરતા દિવાળીની સિઝનમાં વધારે કસ્ટમર આવ્યા છે.
ગઈ દિવાળી કરતા આ દિવાળીએ વધુ 50% સીઝન હોવાનું એચ.સ્કેવર સલૂનના હાર્દિક ચૌહાણએ જણાવ્યું હતું. તહેવારો હોય કે પ્રસંગ હોય જેમાં યુવતીઓની સાથે હવે યુવકો પણ સુંદર થવા માગે છે. દિવાળીમાં બ્યુટી પાર્લરમાં વધારે લોકોનો ટ્રીટમેન્ટ માટે ઘસારો હોય છે દિવાળી પછી પણ લગ્નની સીઝન શરૂ થતી હોવાથી અત્યારથી જ એડવાન્સ પેકેજ બુક કરાવી દેવામાં આવ્યા છે. અત્યારના સમયમાં હાઈડ્રા ફેશિયલ ઉપરાંત હેરટ્રીટમેન્ટમાં બોટકસ અને બ્લુટોકસ તેમજ નેનો પ્લાસ્ટીયા વધારે ચાલી રહી છે.
બ્યુટી પાર્લરમાં 1500 થી લઈને 15,000 ના પેકેજ બુક થયા હતા.રાજકોટમાં 200થી વધુ પ્રોફેશનલ બ્યુટી સલૂન તેમજ નાના બ્યુટી પાર્લર મળીને 2000 થી વધુ બ્યુટીશનની સેવા ઉપલબ્ધ છે ત્યારે દિવાળીની આ સિઝનમાં 15 કરોડની કમાણી સુંદરતાના બિઝનેસમાં સમાઈ છે.