આ ફળ ભૂલ થી પણ ફ્લાઇટમાં લઈ જશો તો થસે જેલ
એક સમય હતો જ્યારે હવાઈ જહાજની યાત્રા પણ લોકો માટે સપનુ હતી, પણ હવે માહોલ બદલાઈ ગયો છે. લોકો પોતાનો સમય બચાવવા માટે ફ્લાઈટમાં યાત્રા કરે છે. જો કે, તેની સાથે જોડાયેલ તમામ નિયમ કાયદા પણ દરેક લોકોને ખબર હોવા જોઈએ અને જ્યારે ફસાઈ જાય ત્યારે ખબર પડે છે કે, આ નિયમો જાણવા અને પાલન કરવું કેટલું જરુરી છે.
હવે સામાનના વજન અને હૈંડબેગને લઈને નિયમો વિશે તો સૌ કોઈ જાણે છે કે, પણ ઘણી વાર આ વાતથી આપણે અજાણ રહીએ છીએ કે, જે ફ્લાઈટમાં આપ લઈને જઈ શકતા નથી. ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુઓને લઈને બનાવેલા રુલ્સ આપણને ખબર નથી હોતી. હવે જ્યારે આપને કોઈ પુછે કે, ક્યુ ફળ લઈ જવાની મનાઈ છે, તો કેટલાય લોકો વિચારવા લાગશે.
આ ફળ ફ્લાઈટમાં લઈ જઈ શકતા નથી
આ સવાલે એટલો ગૂંચવણવાળો છે કે, આપનું મગજ દોડવા લાગશે. આખરે કોઈ ફળને ફ્લાઈટમાં કેમ નથી લઈ જવા દેતા? તો આ સવાલનો જવાબ એ છે કે, પૂજા પાઠ અને અનુષ્ઠાનમાં જરુરી મનાતું નારિયળને આપ હવાઈ યાત્રામાં સાથે લઈ જઈ શકતા નથી. તેના પર પ્રતિબંધ લગાવવા પાછળ સુકા નારિયળનું જ્વલનશીલ હોવું છે. આપ સુકુ અથવા આખું નારિયળ પોતાની સાથે ફ્લાઈટમાં લઈ જઈ શકતા નથી. કેમ કોઈ પણ જ્વલનશીલ સામાન ફ્લાઈટમાં લઈ જઈ શકતા નથી. તેથી નારિયળ પર પ્રતિબંધ લગાવેલો છે.
આ વસ્તુઓ પણ નથી લઈ જઈ શકતા
જ્વલનશીલ પદાર્થોની લિસ્ટમાં ફ્લાઈટમાં તંબાકૂ, ગાંજો, હીરોઈન અને દારુ લઈ જવાની મનાવી છે. આ ઉપરાંત પેપર સ્પ્રે અને લાકડી જેવી વસ્તુઓ આપ હવાઈ યાત્રામાં લઈ જઈ શકતા નથી. રેઝર, બ્લેડ, નેલ કટર, નેલ ફાઈલર પણ ચેક ઈન દરમ્યાન કઢાવી નાખશે. કારણ કે તે હથિયારની કેટેગરીમાં આવે છે. સ્પોર્ટ્સ આઈટમને પણ લઈ જવાની મનાઈ હોય છે. લાઈટર, થિનર, માચિસ, પેન્ટ જેવી આગ પકડતી વસ્તુઓ પણ યાત્રામાં લઈ જઈ શકતા નથી. ફ્યૂલ વગરનું લાઈટર અને ઈ સિગરેટને અમુક નિયમો અંતર્ગત છુટ આપી શકાય છે.