આજે નીતિ આયોગની બેઠક : ઇન્ડિયાએ કર્યો બહિષ્કાર
આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકનો ઇન્ડીયા ગથ્બંધાને બહિષ્કાર કર્યો છે પરંતુ મમતા બેનર્જી અને ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેન હાજરી આપવાના છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયન નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. આ ઉપરાંત તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને પણ નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે અને જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાં તેમના રાજ્યની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે.