લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં કોના મોત થયા ? વાંચો
લેબેનોનમાં ઈઝરાયલી હુમલા સતત ચાલુ જ રહ્યા છે. આખી રાત ઈઝરાયલે હુમલો કર્યા બાદ ગુરૂવારની રાત્રે પણ તેણે ઘણાં મિસાઇલ હુમલા કર્યાં હતા તેમાંથી એક મિસાઇલ હુમલામાં ત્રણ મીડિયાકર્મીના પણ મોત થઈ ગયા હતા. ઈઝરાયલ તરફથી છોડવામાં આવેલી મિસાઇલ દક્ષિણ-પૂર્વ લેબેનોનમાં સ્થિત એક મીડિયા ઓફિસમાં જઈને પડી. તેમાં મીડિયા સાથે જોડાયેલાં ત્રણ પત્રકાર માર્યા ગયા હતા.
બેરૂત સ્થિત અલ-માયાદીન ટીવીના બે સ્ટાફના શુક્રવારે મોત થયા હતા. વળી, લેબેનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લા સાથે જોડાયેલી અલ-મનાર ટીવીના પણ એક પત્રકારના મોતના સમાચાર આવ્યા હતા.
ઈઝરાયલ હુમલામાં વિસમ કાસિમ નામના ફોટો પત્રકારની એર સ્ટ્રાઇકમાં મોત થઈ હતી. આ દરમિયાન ઈઝરાયલના સેન્ટ્રલ ગાઝામાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝાના નુસરત રેફ્યુઝી કેમ્પમાં ઈઝરાયલ હુમલામાં 18 લોકોના મોત થયા હતા. આ શેલ્ટર કેમ્પ એક સ્કૂલમાં બનાવવામાં આવ્યા હતાં, જેના પર ઈઝરાયલની એક મિસાઇલ આવીને પડી. અહીં સેંકડોની સંખ્યામાં પેલેસ્ટાઇનના લોકોએ શરણ લીધી હતી. ત્યારબાદ એક બીજો હુમલો ઈઝરાયલ તરફથી પાડોશના જ કેમ્પમાં કરવામાં આવ્યો, જેમાં ઘણાં લોકો ઘાયલ થઈ ગયાં હતા.