પાકિસ્તાનના વાટકામાં IMFએ શું નાખ્યું ? જુઓ
- બરબાદ પાકિસ્તાનને જીવવા માટેIMFએ 7 અબજ ડોલરની લોન આપી
- જો કે આ લોન ચૂકવવામાં નિષ્ફળ રહે તો માઠી દશા થવાનો ખતરો
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
લાચાર અને ભયંકર આર્થિક ખેંચમાં ફસાયેલા પાકિસ્તાનને અંતે આઈએમએફ દ્વારા દયા ખાઈને કર્જ માટે મંજૂરી અપાઈ છે અને બદહાલ પાકિસ્તાનને જીવવા માટે તેના વાટકામાં રૂપિયા 7 અબજ ડોલરની લોન નાખી દીધી છે. જો કે આ લોન ચૂકવવામાં પાકને આંખે અંધારા આવી જશે તેમ મનાય છે.
આ પહેલા પણ પાકિસ્તન દ્વારા મોટી લોનની માંગ કરવામાં આવી હતી. એ સમયે આઈએમએફ દ્વારા કેટલીક શરતો રાખવામાં આવી હતી અને આર્થિક સુધારા થાય ત્યારબાદ જ લોન મળશે તેવો જવાબ આપ્યો હતો. આ સ્થિતિમાં પાક સરકાર મૂંઝાઈ ગઈ હતી.
શરતો પૂરી કરવા માટે પાકિસ્તાન દ્વારા ટેક્સ લાદવામાં આવ્યા હતા અને કેટલાક કડવા પગલાં પણ લેવાયા હતા. ત્યારબાદ ફરીવાર પાકિસ્તાને ઝોળી ફેલાવી હતી અને આ વખતે આઈએમએફ દ્વારા 7 અબજ ડોલરની લોન કેટલીક શરતો સાથે આપવામાં આવી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શરીફને ભીખ મળી ગઈ છે અને હવે તેઓ આર્થિક મોરચે વધુ કેટલાક પગલાં ભરે તેવી સંભાવના છે. જો કે અત્યારે તો ગાડું ચાલશે પણ આગળ હજુ તેની સામે ઘણા પડકારો છે.