ઇઝરાયલે યુધ્ધ વિરામ વચ્ચે શું કર્યું ? કેવો લાગ્યો આરોપ ? વાંચો
ઇઝરાયલ હમાસ વચ્ચે 4 દિવસના યુદ્ધધવીરામનો અમલ 23 તારીખથી શરૂ થયો હતો અને બંનેએ એકબીજાના બંધકોને મુક્ત કર્યા હતા પણ તેની વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે ઇઝરાયલની સેનાએ વેસ્ટ બેંકમાં એક હુમલામાં પેલેસ્ટાઇનના 6 નાગરિકોને ઠાર કર્યા હતા. આ હુમલામાં અન્ય 6 લોકો ઘાયલ પણ થયા હતા.
હમાસ સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા આ હત્યાઓને યુદ્ધધવીરામના ઉલ્લંઘન સમાન ગણાવીને તેની ટીકા કરી હતી. અધિકારીઓએ એમ કહ્યું હતું કે રવિવારે વહેલી સવારે ઇઝરાયલના સૈનિકોએ એક સગીર સહિત પેલેસ્ટાઇનના 6 નાગરિકો પર ગોળીબાર કરીને એમની હત્યા કરી હતી. અન્ય 6 લોકો ઘાયલ પણ થયા હતા.
ઇઝરાયલ સેનાના પ્રવક્તાએ એવો જવાબ આપ્યો હતો કે અમે રિપોર્ટની ચકાસણી કરી રહ્યા છીએ, ત્યારબાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. એમણે એવો આરોપ મૂક્યો હતો કે બીજા રાઉન્ડમાં બંધકોને છોડવા અંગે હમાસે આનાકાની કરી હતી. જો કે હમાસે ઇઝરાયલ પર આરોપો મૂક્યા હતા . છેલ્લે 17 બંધકોને હમાસે મુક્ત કર્યા હતા.