ઇઝરાયલે ભારત પાસે શું માંગ્યું ? વાંચો
હમાસ-ઇઝરાયેલ યુદ્ધના કારણે વિશ્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધતો જાય છે, એવામાં આ યુદ્ધથી ભારતને એક સારી તક મળી શકે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ સરકાર એક લાખ ભારતીયોને એટલે કે મજૂરોને તેના દેશમાં નોકરી આપવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ઇઝરાયેલમાં કામ કરનારા પેલેસ્ટાઇની નાગરીકોનું સ્થાન ભારતીય નાગરિક લઇ લેશે. ભારત સમક્ષ આવી માંગણી કરાઇ છે.
એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાયેલ સરકાર પાસે દેશની બાંધકામ કંપનીઓમાં એક લાખ ભારતીયો એટલે મજૂરોને નોકરી આપવાની મંજૂરી માંગી છે. જેઓ 90 હજાર પેલેસ્ટિનિયન ગામોમાં કામ કરશે અને કામદારોની જગ્યા લેશે.
જોકે આ અંગે હજુ વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. એવા અહેવાલો છે કે, ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રના 25 ટકા કામદારો પેલેસ્ટિનિયન છે. ભારત મજૂરો મોલવા અંગે બધાની સંમતિ લેશે તેવું પણ બની શકે છે.