એરિઝોના રાજ્યમાં પણ ટ્રમ્પનો વિજય તમામ સ્વિંગ સ્ટેટસમાં ડેમોક્રેટ્સને પછડાટ
ગત ચૂંટણીમાં ટ્રમ્પે એરીઝોના ગુમાવ્યું હતું
ટ્રમ્પની વિજયકૂચ અવિરત જારી છે. શનિવારે એરીઝોના રાજ્યમાં પણ મતગણતરી પૂર્ણ થયા બાદ
ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. એ સાથે જ તેમણે અમેરિકાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં વિજય મેળવવાનો ઇતિહાસ રચ્યો હતો.
11 ઇલેક્ટોરોલ વોટ ધરાવતું એરીઝોના રાજ્ય પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે. જોકે 2020 ની ચૂંટણીમાં એક આશ્ચર્યકારક ઘટના તરીકે એ રાજ્યમાં ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેનનો વિજય થયો હતો. આ વખતે જોકે ટ્રમ્પે તમામ સાત સ્વિંગ સ્ટેટસમાં વિજય મેળવી ડેમોક્રેટ્સને કારમી પછડાટ આપી હતી. આ વિજય સાથે જ ટ્રમ્પે કુલ 538 માંથી 312 ઈલેક્ટ્રોન વોટ મેળવી લીધા છે. કમલા હેરીસ નું ગાડું 226 પર અટકી ગયું છે. નોંધનીય છે કે 2020 ની ચૂંટણીમાં જો બાઇડેનને 304 અને ડોનાલ્ડ ટ્રમ્પને 232 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા.
અમેરિકાની 2024 ની ચૂંટણીએ અનેક ચમત્કારો સર્જ્યા છે. ગત ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટ્સ પૈકીના જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશીગન, વિસ્કોન્સિન અને એરીઝોના રાજ્યોમાં જો બાઇડનનો વિજય થયો હતો. આ વખતે એ બધા રાજ્યોમાં ટ્રમ્પ નો ભાવ તો ફરકયો છે. આ ઉપરાંત અમેરિકી સેનેટમાં ડેમોક્રેટ્સના 46 ની સામે રિપબ્લિકન પાર્ટીના 53 ઉમેદવારો અને યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવસમાં ડેમોક્રેટ્સના 202 સાંસદોની સામે રિપબ્લિકન પાર્ટીના 213 સાંસદો વિજયી થયા છે. અમેરિકા વહીવટી તંત્રની તમામ પાંખ ઉપર આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો કબજો આવી ગયો છે.
ભારતીય મૂળના નિકી હેલી અનેમાઈક પિમ્પીઓનું પત્તું કપાયું
ભારતીય મૂળ ધરાવતા અમેરિકાના યુએન ખાતેના ભૂતપૂર્વ એમ્બેસેડર નીકી હેલી અને પૂર્વ વિદેશ મંત્રી માઈક પીમ્પીઓને અમેરિકાની નવી કેબિનેટમાં સ્થાન નહીં મળે. શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નીકી હેલીએ
પ્રમુખ પદના દાવેદાર તરીકે રિપબ્લિકન પાર્ટીની આંતરિક ચૂંટણીમાં ટ્રમ્પ સામે ઝંપલાવ્યું હતું. તે સમયે તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. જોકે બાદમાં ઉમેદવારી પરત ખેંચી તેમણે ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ટ્રમ્પ સાથે સો ટકા સહમત નથી થઈ શકતી પણ મોટાભાગના મુદ્દે હું તેમની સાથે સહમત છું અને કમલા હેરિસ સાથે એક પણ મુદ્દે સહમત નથી થઈ શકતી. ઓગસ્ટ મહિનામાં તેમણે જાતે જ ટ્રમ્પના વહીવટી તંત્રમાં સામેલ થવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. એ જ રીતે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સીઆઇએના ડાયરેક્ટર અને વિદેશ મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર માઈક પોમ્પીઓ નું પત્તુ પણ કપાઈ ગયું છે. તેમણે આ ચૂંટણીમાં પ્રારંભિક અવઢવ બાદ મોડેથી ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું.
બુધવારે બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે ઓવેલ ઓફિસ ખાતે બેઠક
વિદાય લઈ રહેલા અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને ઈલેક્ટ્રિક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રથમ વખત બુધવારે સવારે 11 વાગ્યે આવેલ ઓફિસ ખાતે બેઠક મળશે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને પરિણામો નક્કી થઈ ગયા બાદ આવી બેઠકો યોજવાની પરંપરા છે.જો કે 2020 ની ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ ટ્રમ્પ એ વખતે ચૂંટાયેલા જો બાઇડેનને બેઠક માટે બોલાવવાનું સૌજન્ય ચૂકી ગયા હતા. બીજી તરફ જો બાઇડેને તારીખ 6 ઓક્ટોબરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આ બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. જો બાઇડેને સતાના શાંતિપૂર્ણ હસ્તાંતરની ખાતરી આપી હતી.