ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત : અકસ્માતનો વીડિયો આવ્યો સામે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી. આ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી (63 વર્ષ)નું મોત થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ઈરાનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ટીમોએ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી અલે-હાશેમનું પણ મોત થયું છે. આ તમામ લોકો એક જ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે પરત ફર્યા હતા, પરંતુ જે હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રાયસી સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાયાન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી અલે-હાશેમ પરત ફર્યા ન હતા.
The footage shows the moment the president's helicopter wreckage was found by the volunteer drone team of the Relief & Rescue Organization of the Red Crescent pic.twitter.com/xJ3qCdUi9t
— IRNA News Agency (@IrnaEnglish) May 20, 2024
પીએમ મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, ‘ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસીના દુઃખદ અવસાનથી હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.

અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “અકસ્માતમાં રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું હતું… કમનસીબે, બોર્ડમાં રહેલા તમામ લોકોના મોતની આશંકા છે.”
તમને જણાવી દઈએ કે ઈસ્ટ અઝરબૈજાન પ્રાંતના પહાડી વિસ્તારમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કાટમાળ સુધી પહોંચવા માટે બરફના તોફાન વચ્ચે બચાવ ટુકડીઓ આખી રાત સંઘર્ષ કરી રહી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ સોમવારે વહેલી તકે સ્થળ પર પહોંચી શકી હતી. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ 17 કલાકનો સમય લાગ્યો હતો.
ઈરાનના રેડ ક્રેસન્ટના વડા પીરહોસેન કોલિવંદે ત્યાંના સરકારી મીડિયાને કહ્યું, ‘અમે ઘટનાસ્થળ પર પહોંચી ગયા છીએ, અમે કાટમાળ જોઈને કહી શકીએ છીએ અને કોઈના બચવાની આશા નથી. ઘટના બાદથી 40 અલગ-અલગ બચાવ ટીમોને જંગલો અને પહાડી વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. પરંતુ અત્યંત ખરાબ હવામાનને કારણે આ વિસ્તારમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. જ્યારે આકાશી માર્ગે ત્યાં પહોંચવું શક્ય નથી.
અકસ્માતનું કારણ શું ?
આ દુર્ઘટનાનું સાચું કારણ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જાણી શકાશે. જો કે, ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, શરૂઆતનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરનું ‘હાર્ડ લેન્ડિંગ’ થયું હતું. તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઇલ) ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાન પ્રાંતની સરહદ પર, જોલ્ફા નજીક બની હતી. સુંગુન નામની તાંબાની ખાણ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં જોલ્ફા અને વરાઝકાન વચ્ચે આવેલું છે.
રાયસી અઝરબૈજાન કેમ ગયો ?
ઈરાન અને અઝરબૈજાન પોતાના સંબંધો સુધારવા માટે અઝરબૈજાનમાં સામૂહિક ડેમ બનાવી રહ્યા છે. આ શ્રેણીનો આ ત્રીજો ડેમ હતો, જેનું ઉદ્ઘાટન કરવા ઈબ્રાહિમ રાયસી અઝરબૈજાન ગયા હતા. તેમને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.