અમેરિકાની ત્રણ હાઈ પ્રોફાઈલ હત્યાઓના કથિત રહસ્યો પરથી અંતે પડદો ઉચકાશે
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જોહન એફ.કેનેડી, તેમના નાના ભાઈ રોબર્ટ એફ કેનેડી અને નાગરિક અધિકારના આજીવન લડવૈયા માર્ટીન લૂથર કિંગ જુનિયરની હત્યાઓને લગતી તમામ ગોપનીય ફાઈલો
જાહેર કરવાનો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ કરતા ભારે ઉત્તેજના ફેલાઇ છે. આ ત્રણેય હત્યાઓ
પાછળ અજાણ્યા હાથોનો દોરીસંચાર હોવાની થિયરી
ઘણા વર્ષોથી ચાલે છે. હવે ટ્રમ્પના આદેશને પગલે
એ કથિત રહસ્ય ઉપરથી પડદો ઉચકાશે. અમેરિકાના 35 માં પ્રમુખ જોહન એફ. કેનેડીની હત્યા સંબંધિત 50 લાખ પાનાના 97 ટકા દસ્તાવેજો આ અગાઉ પૂર્વ પ્રમુખ જો બાઇડેન ના શાસન દરમિયાન ડિસેમ્બર 2022 માં જાહેર કરવામાં આવ્યા હતા. જોકે રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો આગળ ધરી સીઆઇએ અને એફબીઆઈ એ કરેલી વિનંતીને ધ્યાનમાં લઇ છેલ્લી કેટલીક ફાઈલો ગોપનીય રાખવામાં આવી હતી.
ટ્રમ્પે જો કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી વિના વિલંબે એ દસ્તાવેજો જાહેર કરવા જરૂરી હોવાનું જણાવી આ આદેશ કર્યો હતો તેમણે કહ્યું કે લોકો ઘણા વર્ષોથી
આ દસ્તાવેજોની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે હવે બધી ફાઈલો જાહેર કરવામાં આવશે, હવે કાંઈ ગુપ્ત નહી રહે.
નોંધનીય છે કે જોહન એફ. કેનેડીની હત્યાની તપાસ કરનાર વોરન કમિશને એ હત્યા અમેરિકાના ભૂતપૂર્વ મરીન શાર્ક શૂટર લી હાર્વે ઓસ્વલ્ડે કરી હોવાનું અને તેમાં અન્ય કોઈની સામેલગીરી ન હોવાનું માન્યું હતું. કેનેડીના નાના ભાઈ રોબર્ટ એફ કેનેડીની પણ હત્યા થઈ હતી અને તેમના પુત્ર રોબર્ટ એફ. કેનેડી આ બંને હત્યાઓ પાછળ સીઆઈએનો દોરીસંચાર હોવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોબર્ટ એક કેનેડી હાલમાં ટ્રમ્પ ની કેબિનેટમાં આરોગ્ય મંત્રી નો દરજ્જો ધરાવે છે.
જોહન એફ. કેનેડીના હત્યારાની પણ બે દિવસ બાદ જ હત્યા થઈ હતી
અનોખો કરિશમો ધરાવતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ
જોહન એફ.કેનેડી તારીખ 22 નવેમ્બર 1963 ના રોજ
ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં ખુલ્લી કારમાં
લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે 24 વર્ષના
પૂર્વ મરીન લી હાર્વે ઓસ્વાલડે ટેક્સ ટેક્સાસ સ્કૂલ બુક ડિપોઝીટરી બિલ્ડીંગ ના છઠ્ઠા મળે થી અંધા ગંધ ગોળીબાર કર્યો હતો . બે ગોળી કેનેડીના સર્વેને વિનંતી ગઈ હતી અને બાદમાં પાર્ક લેન્ડ મેમોરિયલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
એ હત્યા કેસની તપાસ માટે અનુગામી પ્રમુખ લિન્ડોન
બી. જોન્સને વોરેન કમિશનની રચના કરી હતી. એ કમિશને હત્યા લી હાર્વે ઓસવાલ્ડે જ કરી હોવાનું અને તેમાં અન્ય કોઈની સામેલગીરી ન હોવાનું માન્યું હતું. કમિશન ના આ ચુકાદા એ અનેક શંકા કુશંકા સરજી હતી. હત્યામાં બીજો ગનમેન પણ સાથે હોવાની ચર્ચા જાગી હતી.
બીજી તરફ 1976 માં હાઉસ સિલેક્ટ કમિટી ઓન એસેસીનેસન્સના અહેવાલમાં આ હત્યા પાછળ કેટલીક વ્યક્તિઓ અથવા જૂથોનો હાથ હોવાની સંભાવના દર્શાવતો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે પ્રમુખ કેનેડીની હત્યાના બીજા દિવસે હત્યારા લી હાર્વે ને સીટી જેલમાંથી અન્ય જેલમાં લઈ જવાતો હતો ત્યારે જેક રૂબી નામના એક
નાઈટ ક્લબના માલિકે ગોળીબાર કરી તેને મારી નાખ્યો હતો. લી હાર્વે પર ટ્રાયલ ચાલે તે પહેલા જ તેનું મોઢું હંમેશા માટે શાંત થઈ ગયું હતું. નોંધનીય છે કે લી હાર્વે ભૂતકાળમાં રશિયા ભાગી ગયો હતો. કેનેડીના ભત્રીજા રોબર્ટ એફ કેનેડીએ આ હત્યા પાછળ સીઆઇએ નું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. સિઆઇએ નું
વિકેન્દ્રીકરણ કરવાના કેનેડીના સૂચન તેમજ ક્યુબામાં તનાવ ઘટાડવાના પ્રયાસોને કારણે હત્યા થઈ હોવાનું
રોબર્ટ એક કેનેડી ( જુનિયર) માનતા હતા.
રોબર્ટ એફ. કેનેડીની હત્યાની તપાસમાં અનેક છીંડા હોવાનો તેમના પુત્રનો આક્ષેપ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્હોન કેનેડીના ભાઈ રોબર્ટ કેનેડી ન્યુયોર્કના સેનેટર હતા.5 જૂન 1968ના રોજ તેઓ કેલિફોર્નિયામાં ડેમોક્રેટસના વિજયની લોસ એન્જેલ્સ ખાતે એમ્બેસેડર હોટલમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. હત્યા બદલ સિરહાન સિરહાન નામના પેલેસ્ટીનીયન શરણાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. હત્યારાએ સામે ઊભા રહીને ગોળીબાર કર્યો હતો. પણ મેડિકલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ રોબર્ટને એક ગોળી જમણા કાન નીચે વાગી હતી. ઘટના નજરે જોનારાઓએ બે ગનમેન હોવાની જુબાની આપી હતી. હત્યારાએ આઠ રાઉન્ડ વાળી ગનમાંથી ફાયરિંગ કર્યું હતું. બે ગોળી રોબર્ટના શરીરમાંથી મળી હતી. એક તેમના હાથને ચીરીને બહાર નીકળી ગઈ હતી. પાંચ ગોળી અન્ય ઘાયલોને શરીરમાંથી મળી આવી હતી. એ પછી પણ ઘટનાસ્થળે લાકડાની ફ્રેમમાં અનેક હોલ પડી ગયા હતા. એ ફ્રેમ તાબડતોબ હટાવી લેવાઈ હતી. ઘટના સમયે એક રિપોર્ટરે કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં ફાયરિંગના 13 અવાજ રેકોર્ડ થયા હતા. રોબર્ટના પુત્ર રોબર્ટ એક કેનેડી (જુનિયર ) એ આઠ રાઉન્ડ વળી ગનમાંથી 13 રાઉન્ડ ફાયરિંગ કઈ રીતે થયું તેવો પ્રશ્ન કર્યો હતો. તેમણે આ હત્યાને મોટું ષડયંત્ર ગણાવ્યું હતું. રોબર્ટ હત્યા કેસની તપાસમાં દેખીતા છીંડા રહી ગયા હતા. એ તપાસ અંગેના તમામ દસ્તાવેજો 2029 સુધી ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જો કે
પંપના આદેશને પગલે હવે તેના રહસ્ય પરથી પડદો ઉચકાશે. રોબર્ટની હત્યા પાછળ અમેરિકાના જ શક્તિશાળી પાત્રો અને સીઆઇએનો હાથ હોવાની શંકા વ્યક્ત થતી રહી છે.
માર્ટીન લ્યુથર કિંગ ( જુનિયર )નો હત્યારો નિર્દોષ હોવાનું ખુદ કિંગનો પુત્ર માનતો હતો
અમેરિકી સરકાર અને ગુપ્તચર એજન્સીઓ માર્ટિન લ્યુથર કિંગ(જુનિયર)ની હત્યામાં પણ શંકાના પરિઘમાં છે. કિંગ 6 એપ્રિલ 1968ના રોજ ટેનેસી રાજ્યના મેમફિસ શહેરમાં આવેલી લોરેઇન હોટેલની ગેલેરીમાં ઉભા હતા ત્યારે તેમને ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી મળેલી ગન ઉપરના ફિંગરપ્રિન્ટના આધારે જેમ્સ રેય નામના શખ્સની ધરપકડ કરી હતી. જેમ્સને એક લૂંટના ગુના બદલ 20 વર્ષની જેલ થઈ હતી પણ ત્યાંથી તે નાસી છૂટ્યો હતો. આવો રીઢો ગુનેગાર પોતાની ઓળખ મળી જાય તે રીતે ઘટના સ્થળે ગન મુકતો જાય તે પણ અનોખી ઘટના હતી. રેયએ, પોતે હત્યાની કબૂલાત સીઆઈએ અને એફબીઆઇના દબાણ હેઠળ આપી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કિંગ ઘણા સમયથી સીઆઇએ અને એફબીઆઈના રડારમાં હોવાનું ખુલ્યું હતું. એફબીઆઈના ડાયરેકટર જે એડગર હુવરનો કિંગ દ્વેષ ખૂબ જાણીતો હતો. તેમણે કિંગને અમરીકાનો સૌથી મોટો તોફાની ખોટાબોલો ગણાવ્યા હતા. 1956થી કિંગ એફબીઆઈના સર્વેક્ષણ હેઠળ હતા.1963થી તેમના ફોનનું ટેપ રેકોર્ડિંગ શરૂ થઈ ગયું હતું. કિંગ કોમ્યુનિસ્ટ અને રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટીના સિક્રેટ મેમ્બર હોવાનો એફબીઆઈએ પ્રોપેગ્નડા કર્યો હતો. 1979માં યુનાટેડ હાઉસ સિલેક્ટ કમિટી ઓન એસેસીનેશને રેય ને બલીનો બકરો બનાવી દીધો હોવાનું અને હત્યા પાછળ મોટું ષડયંત્ર હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.1999માં મેમફિસ કોર્ટમાં જ્યૂરીએ આ હત્યા અમેરિકી સરકારનું ષડયંત્ર હોવાનો અને આ ષડયંત્રમાં વિવિધ સરકારી એજન્સીઓ તથા માફિયા ગેંગની મિલીભગત હોવાનો ચુકાદો આપ્યો હતો. તે પછી પણ રેય ને 99 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી. 1999માં તેનું જેલમાં જ મૃત્યુ થયું હતું. એ પહેલાં કિંગના પુત્ર ડેકસ્ટરએ અનેક વખત રેયની જેલમાં મુલાકાત કરી હતી. તેમણે રેય નિર્દોષ હોવાનું જણાવી તેને ન્યાય મળે તે માટે બધું કરી છૂટવાની ખાત્રી આપી હતી. કિંગના પુત્રીએ એક નિર્દોષ માણસને તેણે જે કૃત્ય નથી કર્યું તે બદલ થયેલી સજા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. રેય છેક સુધી નિર્દોષ હોવાનો દાવો કરતો રહ્યો, મૃત્યુ પણ થઈ ગયું પણ તે સાથે જ કેટલાય રહસ્યો પર સદા માટે પડદો પડી ગયો હતો