અમેરિકામાં ભયંકર અકસ્માત : ત્રણ પટેલ મહિલાના કરુણ મોત
અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યની ગ્રીનવિલે કાઉન્ટીના હાઈ વે પર થયેલા ભયંકર અકસ્માતમાં મૂળ આણંદના રહીશ રેખાબેન પટેલ,સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ નામના ત્રણ ગુજરાતી મહિલાઓના કરુણ મૃત્યુ થયા હતા.
આ મહિલાઓ હાઈ વે ઉપર પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા ત્યારે કાબુ ગુમાવતાં તેમની કાર ચાર જેટલી ટ્રાફિક લેન કુદાવિ,આકાશમાં 20 ફૂટ ઊંચે સુધી ફંગોળાઈને પુલની બીજી તરફના વૃક્ષ સાઠે અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે તેમની ગાડીનું પડીકું વળી ગયું હતું. ગાડીના કેટલાક ભાગના તો કટકા થઈ ગયા હતા.કારમાં બેઠેલ અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.અકસ્માત ગ્રસ્ત કારની ડીટેકશન સીસ્ટમે આપેલા સંકેતો બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં ઇમરજન્સી રિસ્પોન્સ સેલ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારે આ સામાન્ય ઘટના પ્રકશમાં આવી હતી.
ગ્રીનવેલ કાઉન્ટીના ચીફ ડેપ્યુટી કોરોનર માઇક એલિસ ના જણાવ્યા મુજબ ઓવર સ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમન કહેવા મુજબ હાઇવે ઉપર 20 ફૂટની ઊંચાઈએ કોઈ વાહન વૃક્ષ સાથે અથડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.