સુદાનમાં ફરી વિકટ સ્થિતિનું નિર્માણ
રેપિડ સપોર્ટ ફોર્સિસના જવાનો ઘર અને દુકાનોમાં બેફામ લુંટ ચલાવી રહ્યા છે અને બધું જ લુંટી લીધા પછી આગને હવાલે કરી રહ્યા છે
સુદાનની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ થતી જાય છે… રેપિડ સપોર્ટ ફોર્સિસ ના જવાનો ઘરો અને દુકાનોમાં બેફામ લુંટ ચલાવી રહ્યા છે અને બધુંજ લુંટી લીધા પછી આગને હવાલે કરી રહ્યા છે… આ કૃત્યને લીધે લગભગ બેંકો.. દુકાનો… ફેક્ટરીઓ.. વેપાર સંકુલો.. ઘરો અને બજારો નષ્ટ પામેલ છે.. હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે… લગભગ પચ્ચીસ લાખ લોકો (જેમાં ભારતીઓ. અન્ય વિદેશીઓ અને સુદાનની સ્થાનિક જનતા) દેશ છોડી ને જતા રહ્યા છે..

જે લોકો હિજરત કરી ગયા છે તેમના ખાલી ઘરો માં રેપિડ સપોર્ટ ફોર્સિસ ના માણસો રહેવા લાગ્યા છે.. અમારો પરિવાર મારા પિતાશ્રી ના સમય થી (લગભગ ૮૭ વર્ષ થી) સુદાન માં વસવાટ કરે છે.. પરંતુ આવી પરિસ્થિતિની સ્વપ્ન માં પણ કલ્પના કરેલ ન હતી… અત્યારે તો લગભગ પરિવાર એવા છે જેઑનું ત્યાં કાંઇ જ બચ્યું નથી…હજુ પણ બન્ને પક્ષ વચ્ચે સંઘર્ષ ચાલુ જ છે… અને આગળ ઉપર શું થાય તે જણાવવું કઠીન છે…
ફેડરલ આરોગ્ય મંત્રાલયે રેપિડ સપોર્ટ મિલિશિયાના હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ પર તેના સતત હુમલાની નિંદા કરી છે, માનવતાવાદી અને આંતરરાષ્ટ્રીય ધોરણો અને કાયદાઓનું ઉલ્લંઘન કરીને તેઓએ અલ શોહદા હોસ્પિટલ ઉપર પણ હુમલો કર્યો હતો.
હાલ ની સરકારે રેપિડ સપોર્ટ મિલિશિયાના આ ખતરનાક કારનામા વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયને જાગૃત થવાની અપીલ કરી છે…
સુદાનના કપીટલ કે જે થ્રી ટાઉન્સ (ખર્ટુમ.. બાહરી અને ઑમદુરમાન) ના નામે ઓળખાય છે તે સંપૂર્ણપણે ખલાસ થઇ ગયા છે. સુદાન માટે હવે કોઈ આશા બચી નથી. જંજવીત જાતીની બીજા તબક્કાની યોજના સુદાનનું બંદર પોર્ટસુદાન કબજે કરવાની છે તેમ આધારભુત સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

વિનાશ વિનાશ, અને વિનાશ, બીજું કંઈ જ નહીં. અમારા બધાના ઘરો અને દુકાનો લૂંટી લેવામાં આવ્યા છે.. અથવા સળગાવી દેવામાં આવ્યા છે અને નાશ પામ્યા છે. આ બધાની ભરપાઈ હવે કોણ કરશે?
હજુ પણ આજ સુધી જંજવીત ના આદિવાસીઓ કે જેઓ રેપિડ સપોર્ટ ફોર્સિસ માં સૈનિકો છે… અલ શોહદા, અબુરોફ, અને મુલાઝમીનમાં છે,

સુદાનના પ્રત્યક્ષદર્શીઓએ રવિવારે ખાસ કરીને રાજધાની, ખર્ટુમ અને ઓમદુરમાનમાં, યુદ્ધવિમાનોની ભારે ઉડાન વચ્ચે, સૈન્ય અને ઝડપી સહાયક દળો વચ્ચે નવેસરથી અથડામણો અને હિંસક મુકાબલાઓ ની જાણ કરી છે.
એપ્રિલના મધ્યમાં (15 એપ્રિલ થી) સેના અને ઝડપી સહાયક દળો વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી ખરાબ પરિસ્થિતિ વધવાની આશંકા વધી ગઈ હતી,
2003 માં દારફોરમાં સંઘર્ષ ફાટી નીકળ્યો હતો ત્યારે બળવાખોરોનું એક જૂથ જનજવીત મિલિશિયા દ્વારા સમર્થિત સરકારી દળો સામે ઊભું થયું હતું, અને હિંસાના પરિણામે લગભગ 300,000 (ત્રણ લાખ) લોકો માર્યા ગયા હતાં અને લાખો લોકોનું વિસ્થાપન થયું હતુ. જેનો આરોપ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય દ્વારા ભુતપૂર્વ પદભ્રષ્ટ નેતા ઉમર હસન આહમદ અલ બશીર પર લગાવવામાં આવ્યો છે.
સશસ્ત્ર દળોના જનરલ કમાન્ડ દ્વારા એક અખબારી નિવેદનમાં જણાવાયું હતું કે ઓમદુરમાનમાં સુદાન લશ્કરી દળોએ એક વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઓલ્ડ ઓમદુરમાન, અલ-શોહદા અને ઓમદુરમાન માર્કેટ તેમજ સુગ અલ શાઅબીનો સમાવેશ થતો હતો.. તેમજ પશ્ચિમ તરફના અલ-હિલાલ સ્ટેડિયમ સુધી અને અબુ આંજાની દક્ષિણે તેઓએ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયેલા બળવાખોર લશ્કરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું બળવાખૉરો ના ઘણા સેનિકો માર્યા ગયા હતા. અને સેંકડો ઘાયલ થયા હતાં.. બળવાખોર દળના કપ્તાન સલાહ હામદાન (બળવાખોર ઉમર અને હીમેદત્તી હમદાનનો ભાઈ) સહિત કેટલાકને પકડવામાં આવ્યા હતાં કે જ્યારે તેઓ યુદ્ધમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લશ્કરી દળોમાં થી ચાર શહીદ થયા હતા અને કેટલાય ઘાયલ થયા હતા.
સુદાન લશ્કરી દળો ના જણાવ્યા મુજબ તેઓએ તેમના આયોજિત મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.. તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બળવાખોરો અને ભાડૂતી સૈનિકોની ગંદકીમાંથી દરેક જગ્યાએ છેલ્લા ઇંચ સુધીનો સફાયો નહીં થાય ત્યાં સુધી દુશ્મનો સામે કોમ્બિંગ અને ડાયરેક્ટ સ્ટ્રાઇક કરવાનું ચાલુ રાખશે…
