પાકિસ્તાની ડૉક્ટરને 18 વર્ષની કેદ
અમેરિકા ઊપર મોટો હુમલો કરવા માંગતો હતો
અમેરિકામાં રહીને પ્રેક્ટિસ કરતાં મૂળ પાકિસ્તાની ડૉક્ટર મસૂદને નાપાક પ્રવૃત્તિ કરવા બદલ 18 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તેની પાસેથી આઈએસ સાથે જોડાયાના દસ્તાવેજો પણ મળ્યા હતા.
31 વર્ષના આ ડૉક્ટર પર અમેરિકા ઊપર મોટો હુમલો કરવાના પ્રયાસનો આરોપ હતો અને આજે અદાલતે તેને દોષિત માનીને 18 વર્ષની સજા કરી હતી.
આ ડૉક્ટર 2020 માં આઈએસના સંપર્કમાં આવ્યો હતો અને પોતાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. લાંબા સમયથી તેના પર વોચ રાખવામાં આવી હતી. તેના સંપર્કમાં આવેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.