પાક. માં 290 રૂપિયે લિટર પેટ્રોલ
પાકિસ્તાનની જનતામાં હાહાકાર મચી ગયો છે કારણ કે પેટ્રોલનો ભાવ 290 પ્રતિ લિટર પહોંચી ગયો છે. વચગાળાની સરકારના એક જ નિર્ણયને લીધે લોકોની હાલત દયાજનક બની ગઈ છે.
આગામી 20 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો લાગુ રહશે તેવી જાહેરાત થઈ છે અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ભાવ પાકના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી જાલિમ રહ્યો છે.
પાકિસ્તાને રૂસથી ઓઇલ આયાત પર રોક લગાવી દીધી હતી અને ત્યારબાદ ભાવ વધારો જરૂરી બની ગયો હતો. સરકારની લોકો ચારેકોર ટીકા કરી રહ્યા છે.