મસ્ક પાગલ થવાની અણી પર છે, તેનાથી અમેરિકાને બચાવો
કથિત બાયોગ્રાફ્રે કર્યો સન્સનીખેજ દાવો
ટેસ્લા, સ્પેસ એક્સ અને X ના માલિક અને વિશ્વના સૌથી વધારે શ્રીમંત એવા એલોન મસ્ક ગંભીર રીતે બીમાર હોવાનો અને પાગલ થવાની અણી પર પહોંચી ગયા હોવાનો દાવો સેથ અબ્રામસન નામના તેમના કથિત બાયોગ્રાફરે કરતા ભારે ચકચાર જાગી છે.
સેથ અબ્રામસને મસ્કના જ પ્લેટફોર્મ X ઉપર શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યા હતા.
તેમાં તેમણે કહ્યું કે હું છેલ્લા બે વર્ષથી એલોન મસ્કના
વાણી વર્તન અને વ્યવહારનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છું અને તેના પરથી મને એવી ખાતરી છે કે માનસિક સમસ્યાઓ સાથેના તેના સંઘર્ષ, ડ્રગ નો ઉપયોગ તથા
તનાવ જેવા પરિબળોને કારણે તે હવે પાગલ થવાની અણી પર પહોંચી ગયો છે.
સેથ અબ્રામસને વધુમાં કહ્યું કે મસ્ક એરોસ્પેસ,
ઈલેક્ટ્રિકલ વ્હીકલ, સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. નાગરિકોના હિતો સાથે સંકળાયેલ ઉદ્યોગો પર પણ તેનું નોંધપાત્ર વર્ચસ્વ છે. એ ઉપરાંત
ટ્રમ્પ વહીવટીતંત્રમાં તેની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સીના હેડ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ત્યારે મસ્કની વગ અને તેના દ્વારા લેવામાં આવતા નિર્ણયો અમેરિકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું ગાંડપણ અને અને તેના દ્વારા વધતી જતી હિંસાની
ઉશ્કેરણી બધાને જોખમમાં મૂકી શકે છે તેવી ચેતવણી તેમણે આપી હતી.
તેમણે જો બાઇડેનના વહીવટી તંત્રનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ મસ્ક સામે કાનૂની પગલા લેવાથી માંડી અને તેની કંપનીઓ સાથેના સરકારી કોન્ટ્રાક્ટર રદ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં લખ્યું,” વર્તમાન શાસન હવે નવ દિવસમાં જ પૂરું થશે
ત્યાં સુધીમાં કાંઈક પગલા લ્યો અને અમેરિકાને મસ્ત થી બચાવી લ્યો”.
મસ્ક બની ગયા છે વિવાદનો પર્યાય
નોંધનીય છે કે એલોન મસ્કના તાજેતરના કેટલાક નિવેદનો આંતરરાષ્ટ્રીય વિવાદ સર્જવામાં નિમિત બન્યા છે. યુકે ના વડાપ્રધાન કેઇર સ્ટારમરને તેમણે માનવતાના દુશ્મન ગણાવ્યા હતા. જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલઝને તેમણે મૂર્ખ કહ્યા હતા. કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર જસ્ટિન ટ્રુડોને ‘ ગર્લ ‘ નું સંબોધન કરી તેમની ઠેકડી ઉડાડી હતી. હાલમાં અદાલતની અવમાનના કરવાના ગુનામાં 18 માસની જેલ ભોગવી રહેલા જમણેરી ચરમપંથી પક્ષ ઇંગ્લિશ ડિફેન્સ લીગના સ્થાપક ટોમી રોબીનસનને એલાન મસ્કે સમર્થન જાહેર કર્યું હતું.
કોણ છે સેથ અબ્રામસન?
એલોન મસ્કને પાગલ ગણાવનાર સેથ અબ્રામસને
પુસ્તક રૂપે એલોન મસ્કની બાયોગ્રાફી નથી લખી પરંતુ
છેલ્લા બે વર્ષથી તેઓ તેમના ન્યુઝ લેટર ‘ પ્રૂફ ‘ માં
મસ્ક વિશે સંશોધાનાત્મક લેખો લખતા રહ્યા છે.
પ્રોફેસર, એટર્ની, લેખક,રાજકીય વિશ્લેષક અને કવિ તરીકેની બહુમુખી ઓળખ ધરાવતા સેથ અબ્રામસન
ડોનાલ્ડ ટ્રમ્પના કટર ટીકાકાર છે. ટ્રમ્પને નિશાન બનાવીને તેમણે લખેલા, ‘ પ્રૂફ ઓફ કોલ્યુઝન: હાઉ ટ્રમ્પ બીટ્રેઇડ અમેરિકા ‘, ‘ પ્રૂફ ઓફ કોન્સ્પિરન્સી: હાઉ ટ્રમ્પ’સ ઇન્ટરનેશનલ કોલ્યુઝન ઇઝ
થ્રીએટનિંગ અમેરિકા ‘ અને ‘ પ્રુફ ઓફ કરપ્શન: બ્રાયબરી, ઇમપીચમેન્ટ એન્ડ પેનડેમિક ઇન ધ એજ ઓફ ટ્રમ્પ ‘ એ ત્રણ પુસ્તકો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા.