મોદી અને જિનપિંગએ હૂંફ વિના હાથ મિલાવ્યા
બ્રિક્સ શિખર સંમેલનમાં બંનેએ ચાલતા ચાલતા થોડી વાત કરી લીધી
આફ્રિકાના જોહનીશબર્ગમાં શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે ચાલતા ચાલતા થોડી વાતચીત થઈ હતી. જો કે અલગથી બંને વચ્ચે કોઈ બેઠક કે લાંબી ચર્ચા થઈ નહતી. બંને એ હાથ જરૂર મિલાવ્યા હતા પરંતુ દિલ વિના લાખો મળે તેને સભા નથી કહેતા ની જેમ બંને હેલ્લો, હાય કરીને અલગ પડી ગયા હતા.
બ્રિક્સ નેતાઓની બ્રિફિંગમાટે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે ચાલતા ચાલતા થોડી વાતચીત થઈ હતી. આમ તો ગલવાનમાં 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક લડાઈ બાદ પ્રથમવાર બંને નેતાઓ સામ-સામે આવ્યા હતા. જો કે તેમાં કોઈ હૂંફ કે ઉત્સાહ દેખાતા ન હતા.