મલેશિયા : નૌકાદળના બે હેલિકોપ્ટર અથડામણ બાદ ક્રેશ થતા 10 ક્રૂ મેમ્બર્સનાં મોત, જુઓ વિડીયો
મલેશિયામાં આજે સવારે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મલેશિયામાં નૌકાદળના બે હેલિકોપ્ટર અથડામણ બાદ ક્રેશ થતા 10 ક્રૂ મેમ્બરના મોત નીપજ્ય હતા. નેવીના બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થઈ ગયા હતા. જણાવવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવીના એક ફંકશનની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન બંને હવામાં એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 10 ક્રૂ મેમ્બરના મોત થયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કાર્યક્રમ દરમિયાન કેવી રીતે બે હેલિકોપ્ટરની અથડામણ થઇ હતી.
મલેશિયન નૌકાદળના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 9.30 વાગ્યે લુમુત નેવલ બેઝ પર બની હતી. રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમમાં રીહર્સલ દરમિયાન સેનાના ૨ હેલીકોપ્ટરની જોરદાર ટક્કર થતા ૧૦ 10 ક્રૂ મેમ્બરના મોત થયા.અકસ્માત બાદ તમામ મૃતકોના મૃતદેહને લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની ઓળખ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા આ પહેલા પણ ગત વર્ષે મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.