Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા

Sat, July 4 2026

એપ્રિલમાં યુધ્ધવિરામ અંગેની મંત્રણા વખતે  જ હુમલો થવાનો હતો; ટ્રમ્પે મિડલ ઈસ્ટના નેતાઓને જાણ કરી ઈરાનને  મેસેજ આપી દીધો હતો; અમેરિકી મીડિયાએ કર્યો મોટો ધડાકો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલમાં એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં શરૂ થયેલી શાંતિ મંત્રણા ખોરવાઈ ન જાય તે માટે અમેરિકાએ મિડલ ઈસ્ટના અન્ય દેશોનો સંપર્ક કરીને ઈરાનને એક મોટી ચેતવણી મોકલી હતી. અમેરિકાને ડર હતો કે ઈઝરાયલ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને સંસદના સ્પીકર ગાલિબાફની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જેનાથી ચાલી રહેલી વાટાઘાટો અને યુદ્ધવિરામ સંપૂર્ણપણે નાશ પામી શકે છે. આ નવા ધડકાથી ભારે ચર્ચા જાગી છે.

28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલી હુમલામાં ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધના શરૂઆતના તબક્કામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે હતા, પરંતુ એપ્રિલમાં જ્યારે અમેરિકાએ શાંતિ કરાર માટે દબાણ શરૂ કર્યું ત્યારે ઈઝરાયલે તેનો વિરોધ કર્યો હતો. ઈઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગતું  હતું.

આ પણ વાંચો: મહેસુલ કામગીરી અને પડતર પ્રશ્નનાં વિરોધમાં રાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ

જોકે, અમેરિકી અધિકારીઓના મતે, જો અરાગચી અને ગાલિબાફ જેવા મહત્વના નેતાઓ પર હુમલો થયો હોત, તો મંત્રણા બંધ થઈ જાત અને યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ લઇ શકત. આ બંને નેતાઓ માર્ચ મહિનાથી જ ઈઝરાયલની હિટલિસ્ટમાં હતા, પરંતુ અમેરિકાના દબાણ બાદ તેમના નામ હટાવવામાં આવ્યા હતા.

સ્પીકર ગાલિબાફ અત્યાર સુધીમાં બે વાર કાટમાળ નીચેથી જીવતા બહાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે તેઓ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ સાથેની મુલાકાત બાદ તેહરાન પરત ફરી રહ્યા હતા, ત્યારે ઈરાની ઈન્ટેલિજન્સે એક મોટો ખતરો પકડી પાડ્યો હતો. એ સમયે પણ ટ્રમ્પે ભારે ઠપકો આપીને આવી હરકતો નહિ કરવાની ચેતવણી આપી હતી.

ઈઝરાયલ તેમના વિમાનને હવામાં જ તોડી પાડવાની યોજના બનાવી રહ્યું હતું અને તેના બે ફાઈટર જેટ્સ ઈરાની એરસ્પેસમાં પણ ઘૂસી ગયા હતા. જોકે, સમયસૂચકતા વાપરીને વિમાનનું પાકિસ્તાની સરહદ નજીક આવેલા મશહાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ગાલિબાફ ત્યાંથી રોડ માર્ગે તેહરાન પહોંચ્યા હતા.

અમેરિકા ઈરાનની સમજૂતીનો ઇઝરાયલે વિરોધ કરી નવી આફત ગણાવી હતી

અહેવાલમાં જણાવ્યા મુજબ  જોખમો છતાં ઈરાની નેતાઓએ મુસાફરી ચાલુ રાખી અને મે મહિનામાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડ અને કતાર પણ ગયા હતા. જૂન મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા અને પરમાણુ મુદ્દે પ્રાથમિક સમજૂતી સધાઈ હતી. જેને ઈઝરાયલે આફત ગણાવી હતી કારણ કે આ કરારથી ઈરાનને અબજો ડોલર મળવાના છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના જમાઈ  જેરેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફની આગેવાની હેઠળનું ડેલિગેશન સતત ઈરાન સાથે ચર્ચામાં છે અને ટ્રમ્પ ઈચ્છે છે કે આ શાંતિ મંત્રણા કોઈ પણ ભોગે સફળ થાય.

Tags:

AraghchiCovertOperationsDiplomacyGeopoliticalTensionsGhalibafGlobalSecurityInternationalRelationsIranianLeadersIranIsraelConflictIsraelAssassinationPlotMiddleEastPoliticsPoliticalDramaSpyGamesUSInterventionYouTubeNews

Share Article

Other Articles

Previous

ઇરાનમાં ભારત સહીત વિશ્વના અનેક નેતાઓ શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા

Next

મહેસુલ કામગીરી અને પડતર પ્રશ્નનાં વિરોધમાં રાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કાશી વિશ્વનાથ મંદિરમાં PAC જવાનની બંદૂકમાંથી ભૂલથી છૂટેલી ગોળીથી 3 લોકોને ઈજા, સુરક્ષા સઘન
28 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં ભવ્ય વેદિક યુગના સ્થાપત્યો ભૂંસી નાખવાનો ખેલ
51 મિનિટutes પહેલા
દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ
54 મિનિટutes પહેલા
કર્ણાટકની યુનિવર્સિટીની કમાલ: સાંજે 5:30એ પરીક્ષા પૂરી થઇ, 5:35એ પરિણામ
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3213 Posts

Related Posts

ક્રિકેટનો `કિંગ’ કોણ? કાઉન્ટડાઉન શરૂ…
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે લોન્ચિંગ
ગુજરાત
6 મહિના પહેલા
RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
રાજકોટ
2 સપ્તાહs પહેલા
IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયાના નામે વધુ એક રેકોર્ડ : રોહિત-યશસ્વીની તોફાની બેટિંગ દ્વારા ટીમની ફાસ્ટેસ્ટ સદી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર