વાહ..રેટિંગ એજન્સી ફીચને ભારતના અર્થતંત્રમાં કેટલો ભરોસો ? …. વાંચો
દેશના અર્થતંત્ર સામે પડકારો છે અને મોંઘવારી ચિંતાજનક છે છતાં રેટિંગ એજન્સી ફીચ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરવામાં આવ્યો હતો અને ચીન સહિતના કેટલાક મોટા દેશોના અનુમાનમાં ઘટાડો જાહેર કર્યો હતો. દેશના મિડ -ટર્મ વૃધ્ધિ દર 5.5 ટકાથી વધારી 6.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. 2023-24 માટે રેટિંગ એજન્સીએ ભારતની સ્થિતિમાં સુધારો થશે તેમ જણાવ્યું છે.
એ જ રીતે ૧૦ ઊભરતા દેશોના વૃધ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો હતો અને ૪.૩ ટકાથી ઘટાડી ૪ ટકા રહવાની ધારણા બાંધી હતી. જો કે આ બધી સ્થિતિ માટે એજન્સીએ ચિનાની અર્થવ્યવસ્થામાં આવેલી પાછડાટને કારણભૂત ગણાવી હતી. ચીનના મિડ -ટર્મ ગ્રોથની નેગેટિવ હાલત રજૂ કરી હતી. ૫.૩ ટકાથી ઘટાડીને ૪.૬ ટકા અંદાજવામાં આવ્યું હતું.
અહેવાલમાં એવો ઊલલેખ છે કે ચિનાની સપ્લાઈ સાઈડ વૃધ્ધિ નેગેટિવે રહી છે અને તેને કારણે આ મુશ્કેલી અને ઘટાડાનો દોર છે. ચિનાની માર્કેટ શુષ્ક થઈ છે અને સપ્લાઈ સાઇડને લીધે બીજા દેશોની વૃધ્ધિ અટકી ગઈ છે.
એજન્સી એમ પણ કહ્યું હતું કે અમે ભારત અને મેક્સિકોના દરને અપગ્રેડ કર્યા છે. આ બંને દેશો આગામી સમયમાં સારી વૃધ્ધિ કરવાના છે અને અત્યાર સુધીમાં આ માટેના સંકેતો સારા રહ્યા છે પરંતુ ચીન અને રસિયા સહિતના દેશોની વૃધ્ધિ આડે અવરોધો રહેવાના છે.
રસિયા, કોરિયા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના અનુમાનમાં પણ ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આગળ જતાં સ્થિતિ સુધરે તો નવાઈ નહીં પણ તેની સંભાવના ખૂબ ઓછી દેખાય છે.