બંધક મુક્તિની શરતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિ’નો યુદ્ધ વિરામ
47 દિવસ બાદ પ્રથમ વખત રાહતના સમાચાર
હમાસ 50 બંધકોને,ઇઝરાયલ 150 કેદીઓને મુક્ત કરશે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બંધકોની મુક્તિની શરતે ચાર દિવસના યુદ્ધ વિરામની સમજૂતી થઈ છે. આ સમજૂતી અનુસાર હમાસ 50 બંધકોને મુક્ત કરશે સામા પક્ષે પોતાની કેદમાં રહેલા 150 બાળકો અને મહિલાઓને મુક્ત કરવા માટે ઇઝરાયેલ સંમત થયું છે. યુદ્ધ વિરામ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ બાદ કેટલાય દિવસોની ચર્ચા વિચારણા અને મંત્રણાઓને અંતે કતારની મધ્યસ્થિથી આ સમજૂતી શક્ય બની હતી. આ ઉપરાંત વધારાના દરેક 10 બંધકોની મુક્તિ દીઠ યુદ્ધ વિરામ એક એક દિવસ લંબાતું રહેશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. 47 દિવસ બાદ થયેલી આ સમજૂતીને પગલે બંધકોના પરિવારજનોએ કાંઈક અંશે રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.
ઇઝરાયેલ કેબિનેટની આખી રાત ચાલેલી બેઠકના અંતે આ ઘોષણા કરવામાં આવી હતી. 38 સભ્યોની કેબિનેટમાં નેશનલ સિક્યુરિટી મિનિસ્ટર ઇતાવાર બીન ગવીર સહિત ત્રણ સભ્યોએ યુદ્ધ વિરામ નો વિરોધ કર્યો હતો. આ યુદ્ધ વિરામ દરમિયાન ઇઝરાયેલના મીલીટરી વાહનોની આ અવર જવર બંધ રહેશે તેમ જ બંનેમાંથી એક પણ પક્ષ એકબીજા પર હુમલા નહીં કરે. મેડિકલ અને ફ્યુલ સહિતની રાહત અને સહાય સામગ્રીના વાહનોને મોટી સંખ્યામાં ગાઝામાં પ્રવેશ અપાશે.
237 બાંધકો સામે 8200 નાગરિકો ઇઝરાયેલ ની કેદમાં
સાતમી ઓક્ટોબરે હમાશે હુમલો કર્યો તે પહેલા ઇઝરાયેલ ની જેલમાં 5,200 પેલેસ સ્ટેડિયમ નાગરિકો કેદ હતા. ત્યારબાદ ઇઝરાયેલ એ વધુ 3,000 નાગરિકોની ધરપકડ કરી હતી. તેમાં ૧૪૫ બાળકો 95 મહિલાઓ તથા 37 પત્રકારોનો સમાવેશ થાય છે.હમાસ ના કબજામાં 237 બંધક કેદ છે.તેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ હમાસે ચાર બંધકોને મુક્ત કર્યા હતા. 60 જેટલા બંધ્કો ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હોવાનું પણ અગાઉ હમસે જાહેર કર્યું હતું.
યુદ્ધ વિરામ છે,યુદ્ધનો અંત નહીં
ચાર દિવસના યુદ્ધ વિરામની ઘોષણા કરતી વખતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જાબીન નેતન્યાહુએ એ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર યુદ્ધ વિરામ છે યુદ્ધનો અંત નથી. જ્યાં સુધી તમામ બંધકો મુક્ત ન થાય અને હમાસનો સંપૂર્ણ ખાત્મો ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે તેવી તેમણે જાહેરાત કરી હતી.
જમીની હુમલામાં ઇઝરાયેલના 71 જવાનો શહીદ
ગાઝામાં ખેલાઈ રહેલા જંગમાં મંગળવારે ઇઝરાયેલની ગોલાની બ્રિગેડના કમાન્ડર નું મૃત્યુ થયું હતું. ગાઝા ઉપરના જમીની હુમલા દરમિયાન અત્યાર સુધીમાં ઇઝરાયેલના કુલ 71 જવાનો શહીદ થયા છે. સામા પક્ષે હમાસ ના 2000 થી વધુ લડાકુઓ માર્યા ગયા છે.