શું આ કાર્ટુનમાં પહેલાથી જ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી ? જાણો શું છે હકીકત
અમેરિકાના ભૂતપૂર્વ રાષટ્રપતિ અને આગામી નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં રીપબલિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સેલવેનિયાના બટલર શહેરમાં ગોળીબાર થતા સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે.ટ્રમ્પ એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે સભા સ્થળની નજીક જ આવેલી એક ઇમારતની છત પરથી હુમલાખોરે કરેલા ગોળીબારમાં ગોળી ટ્રમ્પના જમણા કાનને છરકો કરતી ગઈ હતી આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. દાવાઓમાંનો એક એવો છે કે આ ઘટનાનો ઉલ્લેખ સિમ્પસન કાર્ટૂનમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો.
સિમ્પસનને ભવિષ્ય વિશે જણાવતું કાર્ટૂન પણ કહેવામાં આવે છે. દુનિયામાં અત્યાર સુધી આવી ઘણી ઘટનાઓ બની છે, જે આ કાર્ટૂન સાથે જોડાયેલી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના દાવાને મજબૂત કરવા માટે કાર્ટૂનમાં બતાવવામાં આવેલી સંભવિત ઘટનાથી સંબંધિત વીડિયો અને તસવીરો પણ શેર કરે છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના મામલામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. લોકો સિમ્પસનના એક એપિસોડ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરી રહ્યાં છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ રેલીમાં ઉભા જોવા મળે છે. બાદમાં તેની સાથે એક શબપેટી પણ જોવા મળે છે.
આ અંગે લોકો ફરી એકવાર શોના લેખક મેટ ગ્રોનિંગ વિશે વાત કરવા લાગ્યા છે. જો કે, ધ સિમ્પસન શૈલીમાં જાહેર કરાયેલ એનિમેટેડ ચિત્ર પહેલાથી જ નકારી કાઢવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચેનલ 4ને તેના શોના શેડ્યૂલમાંથી એક ચોક્કસ એપિસોડ હટાવવો પડ્યો કારણ કે તે પેન્સિલવેનિયા, યુએસએમાં બનેલી નાટકીય ઘટનાઓનું નિરૂપણ કરી રહ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ropestoinfinity નામના યુઝરે લખ્યું છે કે આજે સાંજે ચેનલ 4ના ટીવી શેડ્યૂલમાં અચાનક ફેરફાર થયો છે.
Wondered at first why Channel 4 just pulled the scheduled broadcast of 'Lisa The Iconoclast', but I think I get pic.twitter.com/vMjvTawacn
— RopesToInfinity (@RopesToInfinity) July 14, 2024
આ અંગે અન્ય એક યુઝરે કહ્યું, ‘પહેલા તો મને આશ્ચર્ય થયું કે ચેનલ 4 એ ‘લિસા ધ આઇકોનોક્લાસ્ટ’નું શેડ્યૂલ ટેલિકાસ્ટ કેમ બંધ કર્યું, પરંતુ મને લાગે છે કે હવે હું જાણું છું.’ તેણીએ સીઝન 7 ના એપિસોડ 16 માંથી એક ફોટો જોડ્યો, જેનું શીર્ષક છે ‘લિસા ધ આઇકોનોક્લાસ્ટ’, જે છત પર સ્નાઈપર સાથે એક માણસ બતાવે છે. તે તેની બંદૂકને સ્ટેજ તરફ ઇશારો કરતો બતાવવામાં આવ્યો છે, જ્યાં સ્કૂલની છોકરીની ભૂમિકા ભજવતી લિસા ભાષણ આપી રહી હતી.
આ અમેરિકામાં બનેલી ઘટના જેવી જ છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા. ત્યારબાદ ધાબા પર બેઠેલા એક બંદૂકધારીએ પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીબાર કર્યો, જે તેમના કાનમાં વાગ્યો.
એપિસોડના ડીસક્રિપશનમાં લખવામાં આવ્યું છે કે , ‘લિસાને ખબર પડી કે સ્પ્રિંગફીલ્ડના સ્થાપક એક ખૂની ચાંચિયા હતા જેમણે જ્યોર્જ વોશિંગ્ટનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે નિર્ણય લીધો કે દેશના બાકીના નાગરિકોને સત્ય જાણવું જ જોઈએ.’ એપિસોડના કાવતરાને કારણે, યુઝર્સનું કહેવું છે કે તેના પોસ્ટર પરથી એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે જ્યોર્જ વોશિંગ્ટનને મારવાનો પ્રયાસ પણ એપિસોડમાં મુખ્ય કાવતરું હતું.