બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધનો કોર્ટનો ઇનકાર
ઢાકાની હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી સારી છે, આરોપી પકડ્યા છે
બાંગ્લાદેશમાં ઇસ્કોનને ગુરુવારે મોટી રાહત મળી હતી. હાઇકોર્ટે બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. અદાલતે એમ કહ્યું હતું કે અમે વચગાળાની સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. આવી સ્થિતિમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની કોઈ જરૂર જ નથી.
બુધવારે હાઇકોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા એક અરજી દાખલ કરાઇ હતી જેમાં ઇસ્કોનને કટ્ટરવાડી સંસ્થા ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. એમણે બે શહેરોમાં કટોકટી લાદવાની પણ માંગણી કરી હતી.
સુનાવણી દરમિયાન એટર્ની જનરલ દ્વારા બાંગ્લાદેશની સરકાર વતી અદાલતને કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી. એમણે કોર્ટને કહ્યું હતું કે જે કાઇ થયું છે તે અંગે સરકારનું વલણ સખત છે. અત્યાર સુધીમાં 33 લોકોની ધરપકડ કરાઇ છે. હુમલા કરનાર લોકોની ઓળખ કરાઇ છે અને પગલાં લેવાઈ રહ્યા છે.