અદાણી કેસમાં અમેરિકાએ ભારત સરકારની મદદ માંગી : અદાણીને નોટિસ આપી દીધી હોવાનો ખુલાસો
ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં ચાલતા અદાણી સામેના કેસની કાર્યવાહી મંદ પડી જશે તેવા અનુમાન વચ્ચે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા પર 265 મિલિયન ડોલરના લાંચ કેસમાં તપાસ કરવા માટે ભારત સરકારના કાયદા વિભાગની મદદ માંગવામાં આવી હોવાનું કોર્ટ ફાઇલિંગમાં જાહેર કરવામાં આવ્યું હતું.
યુએસ એસઈસીએ ન્યૂયોર્ક જિલ્લા કોર્ટને જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને ફરિયાદની બજાવણીના પ્રયાસો ચાલુ છે અને તે માટે કાયદા મંત્રાલયની મદદ માંગી છે. કોર્ટ ફાઈલિંગમાં અદાણીને નોટિસ મોકલી આપવામાં આવી હોવાનું જણાવાયું છે..નોંધનીય છે કે ગયા મહિનામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટના અમલમાં વિરામ લગાવ્યો હતો. આ નિયમન આદાનીના કેસ ઉપર પણ લાગુ પડ્યું હતું

બીજી તરફ વિદેશ મંત્રાલયે અદાણી અને તેમની સંલગ્ન કંપનીઓ સામે યુએસમાં ચાલતી કાનૂની કાર્યવાહીમાં ભારત સરકારની કોઈ ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
જો કે હવે યુએસ સત્તાવાળાઓએ આ કેસમાં ભારત સરકારની મદદ માંગતા ભારત સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ સામેના કેસમાં સ્થાપિત કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે.