ટ્રમ્પ પરના હુમલા અંગેની એક ખ્રિસ્તી પાદરીની આગાહી અક્ષરશ: સાચી પડી
ગોળી કાનને ઈજા પહોંચાડશે તેવું જણાવ્યું હતું
ટ્રમ્પના વિજય અને આર્થિક મંદિની પણ આગાહી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસની એક ખ્રિસ્તી પાદરીએ ત્રણ મહિના પહેલા કરેલી આગાહી અક્ષરશ: સાચી પડી છે. એ પાદરીએ 15 માર્ચના રોજ ય ટ્યુબ પર જારી કરેલો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
બ્રાન્ડોન બિટ્સ નામના એ આદરીએ ભગવાને તેમને અમેરિકા વિશે અનેક વાતો કઈ હોવાનો દાવો કર્યો હતો. વીડિયોમાં તેમણે કહ્યું હતું,” મેં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ જોયો. ગોળી તેના કાન પાસેથી નીકળી અને માથાની એટલી નજીકથી પસાર થઈ ગઈ કે ગોળી એ તેમના ઇયર ડ્રમ તોડી નાખ્યા. મેં ટ્રમ્પને ઘુંટણીયે પડતા અને ભગવાનની પૂજા કરતા જોયા”. તેમણે બાદમાં કહ્યું હતું,” ડોનાલ્ડ ટ્રમ્પ વાસ્તવમાં જીસસને શરણે છે. મેં તેમને પ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી થતા જોયા”.
યોગાનુયોગ રવિવારે થયેલા હુમલામાં ગોળી ડોનાલ્ડ ટ્રમ્પના કાનને છરકો કરતી ગઈ હતી અને તેમને રક્તસ્ત્રાવ પણ થયો હતો. ગોળીબાર બાદ ટ્રમ્પ તુરત જ તેઓ ઘુંટણીયે પડી ગયા હતા.એ હિસાબે આ પાદરીએ કરેલી આગાહી શત પ્રતિ શત સાચી સાબિત થઈ છે.
આ પાદરીએ ટ્રમ્પના વિજય ની આગાહી કરી તે સાથે જ પ્રમુખપદની ચૂંટણી પત્યા બાદ અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડવાની આગાહી પણ કરી હતી. તેમણે કહ્યું હતું,” ચૂંટણી બાદ તુરતજ મેં અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી મંદી આવતી નિહાળી. ભગવાને મને કહ્યું કે આ સૌથી વધારે અંધકારમય સમય હશે”.
એ પછી વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે,” મેં, અમેરિકાને આ આર્થિક કટોકટી માંથી બહાર કાઢવા માટે ટ્રમ્પ અને અન્ય લોકોને ઓવેલ ઓફિસમાં ભગવાન સમક્ષ આંસુ સારતા જોયા અને ત્યારબાદ ફરી એક વખત અમેરિકાને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા.”
ત્રણ મહિના પહેલા પાદરીએ કરેલી હુમલા અંગેની આગાહી સાચી પડતા અત્યારે હજારો લોકો તેમનો એ વિડિયો શેર કરી રહ્યા છે. ટ્રમ્પ સમર્થકો એ વીડિયોને આધાર બનાવી ટ્રમ્પના ભવ્ય વિજયની અત્યારથી આગાહી કરવા લાગ્યા છે.