સીરિયામાંથી 75 ભારતીયોનું લેબેનોનમાં સલામત સ્થળાંતર
સીરિયામાં ગૃહયુદ્ધ અને અસદ સરકારના પતન બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે 75 ભારતીય નાગરિકોનું સલામત રીતે લેબેનોનમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ નાગરિકોને હવે લેબેનીનથી કોઈપણ કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા ભારત પહોંચી જવા અનુરોધ કરાયો છે.
વિદેશ મંત્રાલયના ને જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના 44 ઝેઇરીન એટલે કે યાત્રાળુઓ સઇદા ઝેઇનાબ નામના સ્થળે ફસાઈ ગયા હતા. તેમના સહિતના 75 ભારતીય નાગરિકોને સ્થળાંતરિત કરવા માટે સીરીયાના પાટનગર દમાસ્કસ અને લેબેનોનના પાટનગર બૈરુત ખાતેની ભારતીય રાજદૂત કચેરીઓએ સંકલન સાધ્યું હતું અને તમામ ભારતીયોને સરહદ પાર કરાવી સલામત રીતે લેબેનોન પહોંચતા કરવામાં આવ્યા હતા. સીરિયામાં હજુ પણ કેટલાક ભારતીય રહે છે. તેમને અત્યંત સાવધાન રહેવા અને
અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દમાસ્કસ ખાતેની ભારતીય રાજદૂત કચેરી કાર્યરત છે અને તેના દ્વારા ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર તથા ઈમેલ એડ્રેસ પણ જાહેર કરવામાં આવ્યું છે.