જાપાનમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ, વાંચો કઈ ચેતવણી આપી
સોમવારે જાપાનના અનેક વિસ્તારો રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતા ધરાવતા ભૂકંપને કારણે ધ્રુજી ઉઠ્યું હતું.ભૂકંપ બાદ જ સત્તાવાળાઓએ દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે સુનામીની ચેતવણી જારી કરી હતી.જાપાનની હવામાન ખાતાની એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે ઇશિકાવા અને નજીકના પ્રાંતોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા જેમાંના એકની પ્રાથમિક તીવ્રતા 7.4 હતી.
આ તીવ્રતાને ધ્યાનમાં લઈ લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.સમુદ્ર કીનારે 5 મીટર સુધીના મોજા ઉઠવાની આગાહી સાથે લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ઝડપથી છોડીને ઇમારતોની ટોચ પર અથવા ઊંચી જમીન પર જવા માટે સૂચના આપવામાં આવી હતી.ભૂકંપના આંચકા છેક રાજધાની ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં પણ અનુભવાયા હતા.