બાંગ્લાદેશમાં હોટેલમાં 24 લોકોને જીવતા સળગાવી દેવાયા
- હસીનાની પાર્ટીના નેતા શાહિદની ઇન્ટરનેશનલ હોટલને આગ ચાંપી; કેટલાક વિદેશી મુસાફરો પણ માર્યા ગયા
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા તખ્તાપલટ પછી પણ શાંત થવાના સંકેતો દેખાઈ રહ્યા નથી. આખા દેશમાં હત્યાકાંડ, આગચંપી અને લૂંટફાટનો ખેલ ચાલી રહ્યો છે., મંગળવારે બદમાશોના ટોળાએ એક હોટલમાં આગ લગાવી દીધી, જેના કારણે 24 લોકો જીવતા સળગી ગયા. જીવતા બળી ગયેલા લોકોમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. આ હોટલ શેખ હસીનાની પાર્ટી અવામી લીગના એક નેતાની માલિકીની હોવાનું કહેવાય છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી અને દેશમાંથી ભાગી ગયા પછી અવામી લીગ પાર્ટીના નેતાની માલિકીની હોટેલમાં ટોળા દ્વારા ઓછામાં ઓછા 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, સ્થાનિક પત્રકારો અને હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે.
સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં જિલ્લા અવામી લીગના મહાસચિવ શાહીન ચકલાદારની હોટેલ જબીર ઈન્ટરનેશનલ હોટલને આગ ચાંપી દીધી હતી. આ આગમાં હોટલમાં હાજર લોકો જીવતા બળી ગયા હતા. જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી કે તેઓએ 24 મૃતદેહોની ગણતરી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોટલની અંદર વધુ મૃતદેહો હોઈ શકે છે.
મીડિયા અહેવાલો સૂચવે છે કે અવામી લીગ શાસનનો વિરોધ કરી રહેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોરને આગ લગાડી દીધી હતી. આગ થોડી જ વારમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. હોટલ ઉપરાંત અવામી લીગના નેતાઓના સ્થળો પર ટોળું સતત હુમલા કરી રહ્યું છે. તેમના ઘરો અને સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે. ટોળાએ શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો હતો અને લૂંટફાટ અને તોડફોડ કરી હતી.