જાપાનની સેનાના 2 હેલિકોપ્ટર ક્રેશ: 1 મોત, 7 લાપતા
જાપાની નૌસેનાના બે હેલિકોપ્ટર રુટિન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થઈ જવાના કારણે હેલિકોપ્ટરમાં સવાર સાત ક્રુ મેમ્બર લાપતા થઈ ગયા હતા જ્યારે એકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. . સાત સભ્યોની શોધખોળ કરવામાં આવી હતી.
જાપાનના સંરક્ષણ મંત્રી માઈનોરુ કિહારાએ મીડિયાને કહ્યુ હતુ કે, ‘મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના બે એસએચ-60 હેલિકોપ્ટરોએ ચાર-ચાર ક્રુ મેમ્બર સાથે ઉડાન ભરી હતી અને શનિવારે મોડી રાતે ટોકયોથી 600 કિલોમીટર દૂર આવેલા તોરીશિમા દ્વીપ પાસે તેમનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. આ બંને હેલિકોપ્ટરો ક્રેશ કેવી રીતે થયા તેની ચોક્કસ જાણકારી નથી મળી પરંતુ હવામાં તેઓ એક બીજા સાથે ટકરાયા હોવાની આશંકા છે.’