યુએઇ ગુજરાતમાં બનાવશે ફૂડ પાર્ક
અબુ ધાબીના પ્રિન્સ શેખ ખાલીદની ભારત યાત્રા દરમિયાન જાહેરાત
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની ચર્ચા-વિચારણા કરવાની સાથે ચાર મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી કરાર ઉપરાંત અબુધાબી અને ગુજરાત સરકાર વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા પર પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કવામાં આવ્યા છે.
ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવાશે
બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા હસ્તાક્ષરોમાં અબુધાબી નેશનલ ઑઈલ કંપની અને ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠોનો સમજૂતી કરાર તેમજ એનડીએનઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ વચ્ચેનો કરાર સામેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની વચ્ચે પણ ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા અંગે સહમતી સધાવાની સાથે કરાર કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અમીરાત પરમાણુ પાવર કંપની અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઈન્ટેન્સ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જ્યારે ચોથા સમજૂતી કરાર હેઠળ એનર્જી ઈન્ડિયા અને વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશન કરાર કરવામાં આવ્યો છે.