ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ: પાંચના મોત, ૧૨ ઘાયલ
જમૈકાની રાજધાની કિંગ્સ્ટનમાં એક ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા તો એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસમાં દોડધામ થઈ પડી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. આ ઘટના બની શા માટે તેનું કારણ શોધવા પણ મથામણ ચાલી રહી છે.
જમૈકાના અખબારના જણાવ્યા પ્રમાણે આ ફૂટબોલ મેચ પ્લેઝેન્ટ હા,ટસમાં આયોજિત થઈ હતી. અગાઉ પણ ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ હોવાની ઘટનાઓ બની હતી. પહેલાં પણ આ શહેર હિંસક ઘટનાઓથી ખળભળી ઉઠ્યું છે. ગોળીબાર બાદ પોલીસે વિસ્તારમાં ૪૮ કલાકનો કર્ફયૂ જાહેર કરી દીધો હતો. આ ઘટના પાછળ ગેંગવોર કારણભૂત હોવાની શક્યતા છે. પોલીસનું પણ આવું જ માનવું છે.
