અમેરિકી પ્રમુખ મુશ્કેલીમાં ? ઇઝરાયલના મુદ્દે કેવી હાલત થઈ ? જુઓ
એક્ ટોપ લેવલના અધિકારીએ ફેસબૂકના કવર ફોટોમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાવતાં વિવાદ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈને લઈને દુનિયામાં બે ફાંટા પડેલા છે. પણ હવે અમેરિકામાં બબાલ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલ અંગેની નીતિને લઈને બાયડન સરકાર સાથે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના મતભેદો બહાર આવ્યા હતા અને આ બારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સીઆઈએ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. અમેરિકામાં નવાજૂની થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બાયડન મુશ્કેલીમાં છે તેમ માનવામાં આવે છે.
અમેરિકામાં આ બારામાં બળવા જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. સીઆઈએના ટોપ એનાલિસિસ ચીફમેદાનમાં આવી ગયા છે એમણે પોતાના ફેસબૂક કવર ફોટોમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાવી દેતાં દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. આ પગલાંને બાયડન સરકાર વિરુધ્ધ અસંમતીના રૂપમાં જોવામાં આવે છે.
બાયડન સરકારે ખુલ્લંખુલ્લા ઇઝરાયલનું સમર્થન કરેલું છે અને ગાઝા પર થયેલા હુમલાઓને સરકારે આત્મરક્ષાની કાર્યવાહી ગણાવ્યા હતા. આ બાબતે મતભેદો હવે સપાટી પર આવી ગયા છે અને બળવા જેવી હાલત પણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સીઆઈએના ટોપ લેવાલના આ અધિકારીએ પેલેસ્ટાઇનને મુક્ત કરો તેવું સૂત્ર પણ પોતાના ફેસબૂક કવર ફોટો સાથે મૂક્યું છે. હમાસ સાથે યુધ્ધ શરૂ થયાના બે સપ્તાહ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો હતો. આવી પોસ્ટને પગલે સીઆઈએ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી હતી અને એમ કહ્યું હતું કે આવી પોસ્ટ નિયમોના ઉલ્લંઘન સમાન છે.