અમેરિકી એરલાઇન્સના વિમાન સાથે શું બન્યું ? વાંચો
વિમાનનો દરવાજો ક્યાં તૂટયો ?
અમેરિકાની અલાસ્કા એરલાઈન્સના વિમાનની બારી હવામાં જ તૂટી પડતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેક ઑફ કર્યા બાદ આકાશમાં 16000 ફિટની ઊંચાઈ પર વિમાનનો દરવાજો તૂટી ગયો હતો. આકાશમાં અચાનક પ્લેનના કાચ તૂટી જવાથી મુસાફરોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. એરલાઈન્સે પોતે આ અંગે માહિતી આપી હતી. વિમાનમાં 6 ક્રૂ મેમ્બર સાથે 177 મુસાફરો સવાર હતા. પાયલોટની બુદ્ધિમત્તાને કારણે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો.
એરલાઈન્સે કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરશે. ઘટના બાદ પ્લેનને પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં સવાર મુસાફરોએ તેને દુઃસ્વપ્ન અને પીડાદાયક અનુભવ ગણાવ્યો હતો. આ ઘટનાનો મુસાફરોએ જ બનાવેલો એક વીડિયો પણ સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સીટની નજીક એક તુટેલો ભાગ દેખાય છે. કંપનીએ કહ્યું છે કે તે તપાસ બાદ વધુ માહિતી શેર કરશે.
એરલાઇન્સની ફ્લાઇટ 1282, જે ઓન્ટારિયો, કેલિફોર્નિયા તરફ જતી હતી, તે ટેકઓફ પછી લગભગ 20 મિનિટ પછી 177 મુસાફરો અને છ ક્રૂ સાથે પોર્ટલેન્ડમાં સુરક્ષિત રીતે ઉતરી હતી અને બધા મુસાફરોને હાશકારો થયો હતો.
બોઇંગે શું કહ્યું
બોઇંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે તે અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ AS1282 સાથે સંકળાયેલી ઘટનાથી વાકેફ છે. અમે વધુ માહિતી એકત્ર કરવા માટે કામ કરી રહ્યા છીએ અને અમારા એરલાઇન ગ્રાહકના સંપર્કમાં છીએ. બોઇંગની એક ટેકનિકલ ટીમ તપાસમાં મદદ કરવા તૈયાર છે.