અમેરિકામાં કાર અકસ્માતમાં ચાર ભારતીયોના કરુણ મોત…
એસયુવીમાં આગ લાગતાં જીવતા ભડથું થઈ ગયા
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હાઇવે પર પાંચ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવતી સહિત ચાર ભારતીયો લના કરૂણ મૃત્યુ થયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા આ હતભાગીઓ ની ગાડી સાથે એક ટ્રક અથડાયા બાદ પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો. રસ્તા ઉપર જ એસયુવી સળગી ઊઠી હતી અને બહાર નીકળવામાં નાકામ રહેતા તેમાં બેઠેલી તમામ ચાર ભારતીયો જીવતા ભડથું થઈ ગયા હતા. મૃતકો ના નામ આર્યન રઘુનાથ ઓરામપારટી, ફારૂક શેખ, લોકેશ પાલચારીયા અને દર્શીની વાસુદેવન હોવાનું જાણવા મળ્યું છે. મૃતકો એક કારપૂલિંગ એપ દ્વારા એક એસયુવી કારમાં સવાર થયા હતા. તેઓ અરકાનસાસના બેન્ટનવિલે જઈ રહ્યા હતા. અકસ્માતમાં એસયુવી કારમાં આગ લાગી હતી, તેઓ સમયસર બહાર નીકળી શક્યા ન હતા.
આર્યન હૈદરાબાદનો અને દર્શિની મૂળ તામિલનાડુની હોવાનું જાણવા મળ્યું છે.આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમા કોઈ સંબંધીને મળીને બેનેટનવેલ શહેરમાં પરત જઈ રહ્યા હતા.લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો. દર્શિનીએ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ માસ્ટરની ની ડિગ્રી મેળવી હતી અને તે તેના કાકાને મળવા બેન્ટનવિલે જઇ રહી હતી ત્યારે કાળ ત્રાટક્યો હતો અને ચાર આશાસ્પદ જિંદગીઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.