અમેરિકાના દબાણથી ઇમરાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા
પાક સરકારના સિક્રેટ ડોક્યુમેન્ટ લીક થતાં ધડાકો થયો, શરીફ મુજરીમ
પાકિસ્તાનમાં સત્તાનું રાજકારણ દેશને બરબાદી તરફ લઈ ગયું છે ત્યારે અમેરિકાની એક સમાચાર સંસ્થા ઇન્ટરસેપ્ટએ મોટો ધડાકો કરીને કહ્યું છે કે અમેરિકાના દબાણથી જ ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ઇન્ટરસેપ્ટ અમેરિકન બિન-લાભકારી સમાચાર સંસ્થા છે. તેણે કેટલાક કેબલ્સને ટાંકીને કહ્યું છે કે, ઈમરાનને અમેરિકાના દબાણમાં તેમની સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. શરીફ અમેરિકાનો હાથો બન્યા છે.
ઇન્ટરસેપ્ટના દાવા મુજબ, પાકિસ્તાન સરકારના વર્ગીકૃત દસ્તાવેજો અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 7 માર્ચ, 2022 ના રોજ એક મીટિંગમાં પાકિસ્તાન સરકારને ઇમરાનને પીએમ પદ પરથી હટાવવા માટે કહ્યું હતું. યુક્રેન પર રશિયન આક્રમણ અંગેના તેના તટસ્થ વલણથી અમેરિકા ખુશ નહોતું. લીક થયેલા પાકિસ્તાની સરકારી દસ્તાવેજમાં અમેરિકી અધિકારીઓ સાથેની બેઠકના એક મહિના બાદ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વોટિંગ બાદ ઈમરાન ખાનની સરકાર પડી અને તેમને સત્તા પરથી હટી જવું પડ્યું.
એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાનની સૌથી શક્તિશાળી સૈન્યની મદદથી આ વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી ઇમરાન અને તેના સમર્થકો સેના અને તેના સહયોગીઓ સાથે ઝઘડો કરી રહ્યા છે. જેમને ખાને અમેરિકાની વિનંતી પર સત્તા પરથી હટાવવાનો દાવો કર્યો છે. કેબલ, આંતરિક રીતે ‘સાયફર’ તરીકે ઓળખાય છે, તે જણાવે છે કે કેવી રીતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ખાન વિરુદ્ધ તેના પ્રયાસો હાથ ધર્યા હતા.
