ઉનાળામાં મેકઅપ બગડે નહી તેના માટે મહત્વની ટીપ્સ
કાળઝાળ ગરમી પડતી હોય અને કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવાનું થાય તો ખાસ કરીને મહિલાઓ ચિંતામાં મુકાઈ જાય છે. તેમની ચિંતા મેકઅપને લઈને હોય છે. ગમે તેવો મેકઅપ કરે પણ પરસેવાના રેગાડાની સાથે સાથે મેકઅપ પણ ઉતરી જાય છે. ઉનાળા માં મેકઅપ લગાવવો એ સરળ કામ નથી પણ આ ચિંતામાંથી મુક્ત થવા માટે કેટલાક ઓપ્શન છે.
ઉનાળામાં વોટરપ્રૂફ મેકઅપ બેસ્ટ ઓપ્શન છે, આ મેકઅપ લોન્ગ ટાઈમ સુધી સ્કિન પર ટકી રહે છે. જેમ કે વર્કઆઉટ કરતી વખતે અથવા સ્વિમિંગ કરતી વખતે વગેરે. આવી સ્થિતિમાં, તમારે ઉનાળાના મેકઅપ ટિપ્સ ને જાણવી મહત્વપૂર્ણ છે, જેની મદદથી તમે તડકા અને પરસેવામાં પણ તમારા લુકને ફ્રેશ રાખી શકો છો.
સમર મેકઅપ ટિપ્સ
મેકઅપ કરતી વખતે કોમ્પેક્ટ ફાઉન્ડેશન સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કોઈપણ જૂનું લિક્વિડ ફાઉન્ડેશન બોક્સ લો અને તેમાં ફાઉન્ડેશન સાથે સનસ્ક્રીન મિક્સ કરો. તેને સ્કિન પર લગાવો. દર 2 કલાકે એપ્લાય કરતા રહેવું.
મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં. આ તમારા મેકઅપને સ્કિન પર લાંબા સમય સુધી રાખવામાં મદદ કરશે. તે છિદ્રોને બંધ કરે છે અને ચહેરા પર પરસેવો થતો અટકાવે છે. પ્રાઈમર તમારા મેકઅપ માટે એક બેઇઝ બનાવે છે, જેથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે. જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે પણ તમારો મેકઅપ બગડતો નથી.
મેકઅપ પ્રોડક્ટ ખરીદતી વખતે, વોટરપ્રૂફ પ્રોડક્ટ પસંદ કરો. વોટરપ્રૂફ મસ્કરા, આઈલાઈનર અને ફાઉન્ડેશન પાણી કે પરસેવાના સંપર્કમાં આવે ત્યારે પણ ચોંટતા કે ફેલાતા નથી.
ચહેરા પર બેઝ મેકઅપ લગાવતી વખતે સૌથી વધુ કાળજી લેવી જોઈએ. સમર મેકઅપ હળવા પાતળા લેયરનો આધાર હોવો જોઈએ. તે તમારા મેકઅપને નેચરલ બનાવે છે. હેવી બેઝ મેકઅપને યુનિક લુક આપે છે. આ ઉપરાંત, પરસેવો છિદ્રોને બંધ કરી દે છે. જેથી તમારા ચહેરા પરના પિમ્પલ્સની વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
પરસેવો થયા પછી ચહેરો લૂછવા માટે ટીશ્યુ અથવા રૂમાલનો ઉપયોગ કરો. ટીશ્યુ અથવા રૂમાલથી પરસેવો સાફ કરો. ચહેરા પર ટીશ્યુ કે રૂમાલ બિલકુલ ઘસો નહીં. તે ફક્ત તમારા મેકઅપને જ નહીં પરંતુ તમારી સ્કીનને પણ બગાડી શકે છે.
