Immune system અને Healing system વચ્ચેનો તફાવત
આપણે જ્યારે હીલિંગ સિસ્ટમ શબ્દ સાંભળીએ છીએ,ત્યારે હંમેશા રોગ પ્રતિકારકતા સાથે સરખાવીએ કે ભેળવી દઈએ છીએ. બંનેએકદમ અલગ અલગ તંત્ર શરીરમાં કામ કરે છે, છતાં પણ એક સ્તર પર બંને એક સાથે એકબીજાના સહકાર સાથે કાર્ય કરે છે,આમ છતાં બંને એકબીજાથી વિપરીત રીતે શરીર માટે કાર્યશીલ હોય છે.
બંને પદ્ધતિ ઓ વચ્ચે મૂળભૂત ફરક એવો છે કે હીલિંગ સિસ્ટમ નું કાર્ય છે અકસ્માતે કે બીમારીના કારણે શરીર ના કોષો ખરાબ થયા હોય તેને સાજા કરવા અને શરીરને સ્વસ્થ અવસ્થા માં મૂકે છે. અને ઈમ્યૂન સિસ્ટમ આપણા શરીરને આહાર તથા બહારના વાતાવરણ થી લાગતા ચેપથી બચાવે છે.ઈમ્યૂન સિસ્ટમ શરીર નું રોગ સામે રક્ષણ કરે છે અને હીલિંગ સિસ્ટમ શરીર ના કોષો ની વૃદ્ધિ, પુનર્જનન,કાર્ય પુનઃસ્થાપન,અને સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
બંને સિસ્ટમ ના ઉદાહરણ જોઈએ તો વધુ સારી રીતે ખ્યાલ આવશે. જો તમને બ્રોંકાઇટીસ થયું હોય તો તે એક પ્રકારના શ્વસન તંત્રના ચેપ કહેવાય અને ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ચેપ નું કારણ બનેલા વાંધાજનક કોષો પર હુમલો કરી તેને દૂર કરશે.જો તમારો હાથ કે કોઈ અંગ ની અકસ્માતે ભાંગ તુટ થઈ હશે તો હીલિંગ સિસ્ટમ કાર્યરત થઇ જશે કેમકે ત્યાં ચેપ નથી લાગ્યો એટલે રોગ પ્રતિકારક તંત્ર ને કામ કરવાની જરૂર નથી. ભાંગ તૂટ થયેલા ભાગ ની સુધારણા કરવી એ હીલિંગ સિસ્ટમ નું કાર્ય છે.એજ રીતે હૃદય રોગ નો હુમલો આવે ત્યારે પણ હીલિંગ સિસ્ટમ ત્વરિત કાર્યશીલ થઈ જાય છે.અને પ્રાણ ઘાતક ના હોય એવો હુમલો આવ્યા પછી હીલિંગ સિસ્ટમ કુદરતી રીતે ઘવાયેલાં કોષો ને મૂળ સ્વરૂપ માં લાવે છે.
આપણે જ્યારે એટલું સમજી લઈએ કે મોટા ભાગના રોગ કે ઈજા ચેપ ના કારણે નથી થયેલા, ત્યારે હીલિંગ સિસ્ટમ અને રોગ પ્રતિકારક પદ્ધતિ વચ્ચેનો ભેદ વધુ પારદર્શક થઈ રહે છે,અને હીલિંગ સિસ્ટમનો અનન્ય રોલ વધુ નોંધપાત્ર બની રહે છે.હીલિંગ સિસ્ટમ અને ઈમ્યૂન સિસ્ટમ બને એકસાથે સહકારની ભાવનાથી તંદુરસ્ત રાખવા માટે કાર્ય કરે છે.
આપણા શરીરમાં લાંબા સમયથી ચેપ ના કારણે નુકશાન થયેલ હોય ત્યારે બને તંત્ર એકસાથે પૂરા સાતત્ય સાથે નુકશાન થયેલા ભાગને રીપેર કરવા અને ચેપ ને દુર કરવા કામ કરશે.
તમારી હીલિંગ સિસ્ટમ ને સમજો એનો અવાજ સાંભળો.
સારું સ્વાસ્થ્ય એ આપણા શરીરની કુદરતી સ્થિતિ છે, આપણી શારીરિક જરૂરિયાતો મૂળભૂત રીતે એકદમ સરળ હોય છે. તેમ છતાંયે શરીરની જરૂરિયાતો પૂરી ન થાય, આપણું શરીર બિલકુલ શરમાયા વિના ત્વરિત સુધારાત્મક પગલાં લેવા તાત્કાલિક જાણ કરે છે.જ્યારે યાતાયાત ની સ્થિતિ ઊભી થાય છે,જ્યારે વધુ અસ્વસ્થ હોઈએ, આપણું શરીર, તેની સંદેશાવ્યવહાર પદ્ધતિ દ્વારા,કે જે હીલિંગ સિસ્ટમ સાથે નજદીકી થી કાર્ય કરે, તે તાત્કાલિક આપણને આપણી હીલિંગ સિસ્ટમ માટે રીપેર,પુનઃ સ્થાપન કરવા અને ખૂબ અસરકારક રીતે શરીર ને ટકાવી રાખવા જાણ કરે છે. આપણે આ હીલિંગ સિસ્ટમનો અવાજ સાંભળતાં શીખવું જોઈએ, જો આ શક્ય બને તો મોટા ભાગના કિસ્સાઓમાં તબીબોની જરૂરતના રહે.
દાખલા તરીકે, શરીરમાં પાણી ઓછું થવું, નિર્જલીકરણ નો ભય પેદા થાય, તે પહેલાં શરીર તંત્ર આપણને પાણી પીવા દબાણ કરશે. શરીરની ઊર્જા ઓછી થાય ત્યારે પોષક તત્વ ની જરૂરિયાત ઊભી થાય, ત્યારે ભૂખ લાગે, અને કઈક સાત્વિક આહાર લેવા દબાણ કરશે.ઉજાગરા હોય ત્યારે, આંખ ભારે રહે, બગાસાં આવે, પથારી માં લાંબા થવા માટે દબાણ કરશે.વધારે પડતી ઠંડી લાગે ત્યારે શરીર ધ્રૂજે, ત્યારે કઈક ગરમ પહેરવા દબાણ કરશે. અખાદ્ય આહાર કે વધુ પડતો ગરમ મસાલા કે તીખાશ વાળો, વિરોધી ખોરાક આરોગીએ ત્યારે ઉબકા આવે અને આહાર બહાર નીકળી શક્યતા પણ રહે છે. આ બધીજ સંવેદના અને પ્રતિકારકતા શરીરની બુદ્ધિમતા અને સંદેશાવ્યવહાર નો ભાગ છે,જેને હીલિંગ સિસ્ટમ નિયંત્રિત કરવા સતત દેખરેખ રાખે છે.
હીલિંગ સિસ્ટમ ના મહત્વનાં અને એકદમ જરૂરી બે રોલ છે.
હીલિંગ સિસ્ટમ આપણા શરીરની વિવિધ પ્રણાલીઓ અને તેમના સંબંધિત કોષો અને પેશીઓ વચ્ચે સંચારની સુવિધા આપે છે. આપના શરીરના પેચીદા વાતાવરણ ને નિયંત્રિત કરે, જતા લાખોની સંખ્યા માં રાસાયણિક ક્રિયા પ્રક્રિયા દરરોજ થતી રહે છે. આપણી હીલિંગ સિસ્ટમ શરીરમાં ગમે ત્યાં સમસ્યા હોય તેના તકલીફ નિવારણ કરતી રહે છે. જેવી રીતે માતા પોતાના તાજા જન્મેલા બાળકની જે રીતે કાળજી રાખે છે, આપણી હીલિંગ સિસ્ટમ પોતાના રક્ષણાત્મક અને પાલનપોષણ કરવાના રોલ માં આપણા સમગ્ર શરીરની અખંડિતતાનું રક્ષણ કરે, આપણા આરોગ્ય ની કુદરતી સ્થિતિ જાળવી રાખવા માં મદદ કરે છે.
હીલિંગ સિસ્ટમનો અન્ય મહત્વપૂર્ણ રોલ, યાતાયાત મુજબ ત્વરિત પ્રતિભાવ આપીને તંદુરસ્તી માટે જોખમ થાય ત્યારે કાર્યશીલ થઈ જાય છે.યાતાયાતની સ્થિતિમાં વિવિધ કાર્યોની વિશાળ શ્રેણી અનુસાર કાર્ય કરે છે.જેવાકે ચેતા તંત્રને સંદેશા મોકલે, ઈમ્યૂન અને ઉશ્કેરણી કરનાર કોષોનું એકત્રીકરણ કરે છે, શરીરના અંગો સાથે સાતત્ય કરીને જરૂરી શક્તિશાળી રસાયન છોડાવે કે જે શરીરનું તાપમાન વધારે, રક્તવાહિની ને સંકુચિત કરે કે પહોળી કરે,રક્ત નો પ્રવાહ ધીમો ફાસ્ટ કરે,અને અન્ય બીજા મહત્વપૂર્ણ કાર્ય કરે છે.હીલિંગ સિસ્ટમ શરીરની બાકી બધીજ સિસ્ટમની ક્રિયાઓ એકબીજા સાથે સાતત્ય પૂર્ણ કાર્ય કરવા અંગે દિશા સૂચન આપે છે.