વાંકી વળુ તો મારી કેડ વળી જાય…કમરનો દુઃખાવો
કમર દુખે એટલે MRI,CT SCAN,X RAY જેવા ખર્ચાળ રિપોર્ટ કરાવવા કેટલા વ્યાજબી ?
કમર ના દુખાવાની ફરિયાદ કરતા હોય એમાના 70% ઉપરના લોકો કબજિયાતથી પીડાતા હોય છે
નવરાત્રીના દિવસોને હવે આંગળીનાં વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે અને ખેલૈયાઓ બધું ભૂલીને આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવને માણી લેવા માટે સજ્જ થઇ રહ્યા છે. ગરબા પ્રાચીન હોય કે અર્વાચીન, તમામ રાસમાં એક ગીત જરૂરથી સંભાળવા મળે છે. વાંકી વળુ તો મારી કેડ વળી જાય, નીચી નમુ તો મારી ડોક નમી જાય, કેડ વળી જાય, ડોક નમી જાય, ના સહેવાય..હાય હાય હાય હાય…..
નવરાત્રી દરમિયાન ઉછળકૂદ કરીને ભલભલાની કેડમાં દુખાવો થઇ જાય છે. આ કેડનો દુખાવો પણ અસહ્ય હોય છે. રાજકોટનાં ઉદ્યોગપતિ રાજુભાઈ દોશીએ કમરનો દુખાવો શું છે અને એ થાય તો શું કરવું તેનું સચોટ નિદાન વર્ણવ્યું છે.
સામાન્ય રીતે કમરમાં દુખે ત્યારે બધા એવું માનવા લાગે કે મણકામાં કૈક તકલીફ છે.
બે ચાર દિવસ રાહ જોઈ માણસ હાડકાના ડૉક્ટર પાસે જાય એટલે હાડકાના ડૉક્ટર દર્દીની વાત સાંભળે કે ના સાંભળે તરત MRI કે CT scan કરાવડાવે અને રિપોર્ટ જોઈને કહે કે મણકા ઘસાઈ ગયા છે.થોડી દુખાવો ઓછો કરવાની દવાથી મણકા ઘસાયેલા હોય તો પણ થોડો સમય સારું રહે કારણકે દુઃખાવો બંધ કરવાની દવાઓ મગજ ના સિગ્નલ બંધ કરે છે.અને દુખાવો મટાડવાની દવાથી કબજિયાત વધે છે. કબજિયાત થાય એટલે દુખાવો વધે.એટલે બીજા ડૉક્ટર પાસે……… આ સિલસિલો ચાલુ રહે…… દવાઓ ખાઈ ખાઈને કમરનો દુખાવો તો ના મટે, પરંતુ કબજિયાતના કારણે બીજા રોગ જરૂર પેદા થાય.
સામાન્ય રીતે કબજિયાત થાય એટલે પેટમાં દુખે અથવા કમરમાં દુખે. અત્યારના સંજોગોમાં કમર ના દુખાવાની ફરિયાદ કરતા હોય એમાના 70% ઉપરના લોકો કબજિયાતથી પીડાતા હોય છે .
કમરમાં દુખે ત્યારે સૌ પ્રથમ પેટ સાફ આવે છે કે નહીં તે ચેક કરવું જોઈએ અને કબજિયાત હોય તો પેટ સાફ કરી લેવાય તો ડૉક્ટર પાસે જાવું પડે નહીં.પેટ સાફ કરવા જુલાબની દવાઓ લેવાની જરૂર નથી માત્ર પ્રવાહી સાથે એકાંતરા અથવા દર ત્રણ દિવસે એક ઉપવાસ કરવાથી પણ ઘણી રાહત મળે છે.
આજના સમયમાં લગભગ 80% પુખ્ત વયના લોકો તેમના જીવનના અમુક તબક્કે કમરનો દુખાવાના લક્ષણો અનુભવે છે.
કમરના દુખાવાના અગત્યના કારણો……
-પોતાની ક્ષમતા કરતા વધુ વજન ખોટી મુદ્રામાં ઉપાડવાથી સ્નાયુઓના ખેંચાણ ના કારણે.
-કસરત કરવાની અણસમજના કારણે…
-લાંબા સમયના કબજિયાતના કારણે….
-સ્થૂળતા અને બેઠાડુ જીવનના કારણે
-ગર્ભાવસ્થામાં પેટમાં બાળક રહેવાની જગ્યા રોકાય ત્યારે કરોડરજ્જુ ઉપર દબાણ આવે ત્યારે…
-ભાવનાત્મક અને માનસિક તણાવના કારણે
-ઓછી ઊંઘ,ઊંઘવાની મુદ્રા વ્યવસ્થિતના હોવી
-આંતરિક અવયવો માં ઇન્ફેક્શન હોય,કિડની મૂત્રપિંડ,વિગેરે માં ઇન્ફેક્શન હોવાથી….
-પગની સ્થિતિ સરખી ન રહે એવા ચપ્પલ કે બુટ પહેરી લાંબો સમય ઊભા રહેવાથી….
આવા અન્ય બીજા કારણો પણ હશે,ચિકિત્સક તમારી કમરના દુઃખાવાની ફરિયાદને એક પળ પણ વિચાર્યા વિના,તમારી સાથે વિગતવાર વાત કર્યા વિના સીધુ જ MRI,CT SCAN,X RAY જેવા ખર્ચાળ રિપોર્ટ કરાવવા મોકલી આપે છે.
રિપોર્ટ માં ઘસારો,ડિસ્ક bulge, ગાદી ખસી જવી જેવા અવલોકનો લખીને આપે છે એટલે માણસ ચિંતા માં ઘેરાઈ જાય અને માનસિક તણાવના કારણે દુઃખાવો વધતો અનુભવાય છે.
ચિકિત્સક પાસે જવાની ઉતાવળ કરતા પહેલા ઉપરોક્તમાનાં ક્યાં કારણોથી દુઃખાવો છે એ સ્વયં જાંચ કરી અને એ કારણોને કેવી રીતે દૂર કરી શકાય એ વિચારવું જોઈએ.
દરેક નો કમરનો દુઃખાવો અલગ અલગ પ્રકારનો હોય છે છતાં પણ MRI,CT SCAN,X RAY વિગેરે રીપોર્ટસ મહદઅંશે સરખા જોવા મળે છે.આનું શું કારણ હશે? એ ચિકિત્સકને પૂછવું રહ્યું, હા પૂછશો તો પણ કહેશે કે નહિ એ ખબર નથી ,ચિકિત્સક પાસે માણસની વ્યથા કે દર્દ સાંભળવાનો સમય ઓછો હોય છે.
દુઃખાવા ના પ્રકાર
-કમરના નીચલા ભાગેથી નીચેની તરફ એક બાજુની જાંઘ તરફ ફેલાય….અને ચાલવા, ઉભવા અથવા થોડું હલનચલન કરવામાં વધુ દુખે.
-કમરના નીચલા ભાગેથી નીચેની તરફ બને બાજુની જાંઘ તરફ ફેલાય….અને ચાલવા, ઉભવા અથવા થોડું હલનચલન કરવામાં વધુ દુખે.
-કમરના નીચલા ભાગમાં કઠોરતા અનુભવાય અને ચાલવામાં ,વળવામાં,પગથિયાં ચડવામાં માણસને રોકાઈ જવાની ઈચ્છા અનુભવાય.
-સૂતી વખતે અથવા ઉઠવામાં થોડો દુઃખાવો અનુભવાય.
-લાંબો સમય એટલેકે એકાદ કલાક ઊભા રહેવાનું થાયતો દુઃખાવો મેહસૂસ થાય…
-બેસતી વખતે પૂછડીના હાડકાની નજીક અગવડતા અનુભવાય,ખાસ કરીને લાંબો સમય બેસવાનું બને ત્યારે..
-ક્યારેક દુખે અને ક્યારેક એકદમ દુઃખાવો જતો રહે, ચક્રીય દુઃખાવો, સતત બે ચાર દિવસ દુખે અને પછી એકદમ રાહત હોય…
દુઃખાવો મટાડવા માટે ની સારવાર…
-પોતાની ઉઠવાની,બેસવાની,સૂવાની,ઉભવાની, પડખું ફરવાની,સ્ટાઇલ એવી રીતે સુધારવી કે જેનાથી કરોડરજ્જુ સીધી અને ટટ્ટાર રહે.
-હળવી કસરતો કરવી જરૂરી છે કેમકે બેઠાડુ જીવન શૈલી હાડકાના રોગો જલ્દી પેદા કરે છે.
-પલાઠી વાળીને જમીન ઉપર બેસવાની આદત રાખવી, પોતાના શરીરને હળવેથી આગળ પાછળ વાળતા રહેવું.
-આંતરડા નું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવો ખોરાક લેવો,ખાસ કરીને રેષા વાળા પદાર્થો વધુ આરોગવા…
-સ્નાયુઓમાં ખેંચાણ અટકાવવા માટે પોતાના વજનના હિસાબે જરૂરી પાણી પીવું.
-ડીહાયડ્રેસન હાડકાનો દુઃખાવો વધારે છે માટે પાણી પૂરતું પીવું જરૂરી.
-મેગ્નેશિયમ ધરાવતા આહાર લેવા જોઈએ
શું ખાવું જોઈએ ?
લીલાં શાકભાજી,whole grains, બદામ,કાળા કઠોળ, કોળાના બી,કેળા,મગ,અખરોટ, બાજરો,જુવાર,રાગી,એવોકાડો,પાલક,મગફળી અને ગોળ, ઓટસ,બ્રાઝિલનટ,પેકનનટ,કાજુ, અળશી,તલ,રાજીગરો,બધા શ્રીધાન્ય,જીરું, જળદારું, બીટ,જંગલી ચોખા,ઘઉંનું થૂલું,મકાઈ ના ડોડા,(મકાઈનો લોટ નહિ) લાલ ચોખા,લવિંગ,
રોજ ઓછામાં ઓછું ૦.૫ ગ્રામ મેગ્નેશિયમ લેવું જોઈએ
૧૦૦ ગ્રામ મેગ્નેશયમ કલોરાઇડ અને ૧૦૦ml ઉકળતું ગરમ પાણી બનેને મિક્ષ કરી ઠંડુ થયા પછી શરીર ઉપર લગાડીને ૩૦ મિનિટ સુધી રહેવા દઈએ તો પણ મેગ્નેશિયમ ત્વચા દ્વારા સીધું લોહીમાં મળે છે.
તમારા મનને તમારી ભાવનાત્મક સમસ્યાઓથી દૂર રાખવા માટે થોડી શારીરિક પીડા જેવું ફાયદાકારક કઈ જ નથી.