મગજને કોતરી ખાતા ખતરનાક રોગના મુખમાથી પાચ બાળકોને બહાર કાઢ્યા
- સિવિલ હોસ્પિટલના તબીબોને `સલામ ‘
- છેલ્લા ત્રણ માસમા `ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ’ રોગમાથી પાચ બાળકોને સપૂર્ણ સ્વસ્થ કરી સિવિલ હોસ્પિટલના તબીબોએ હસતા ખેલતા કરી દીધા: લાબા સમય સુધી સામાન્ય શરદી કે ઉઘરસ રહેતી હોય તો નિષ્ણાતનો સપર્ક કરવો જરૂરી
સૌરાષ્ટ્રભરના લોકો માટે હદય સમાન ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમા અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.ત્યારે કે.ટી.ચિલ્ડ્રન વિભાગના તબીબોને સલામ કરવાનુ મન થઈ જાય તેવુ તેમના દ્વારા કામ કરવામા આવ્યુ છે.કે.ટી.ચિલ્ડ્રન વિભાગના તબીબો દ્વારા છેલ્લા ત્રણ માસમા પાચ બાળકો કે જે મોતના મુખમા હતા.તેમને બચાવી હસતા ખેલતા કરી દીધા છે.જ્યારે તે બાળકોના માતા પિતા દ્વારા તબીબોનો ભીની આખે ધન્યવાદ માન્યો હતો.

વિગતો મુજબ સાત વર્ષથી ઓછી ઉંમરના બાળકોમા જોવા મળતા ‘ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ’ રોગથી પીડાતા પાચ બાળકોને દાખલ કરવામા આવ્યા હતા જેમા તમામ બાળકોને સિવિલ હોસ્પિટલના કેટલી ચિલ્ડ્રન વિભાગના તબીબો દ્વારા સપૂર્ણપણે સ્વસ્થ કરી હસતા ખીલતા કરી દેવામા આવ્યા છે. જ્યારે આ રોગ વિશે વાત કરવામા આવે તો સાત વર્ષથી ઓછી ઉમરના બાળકોમા રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રીતે ચાલતી ન હોય તેવા બાળકોમા આ રોગનો ખતરો વધુ જોવા મળ્યો હોઈ છે.
આ રોગના પ્રથમ જે તે બાળકોને વાયરલ ઇન્ફેક્શન થયો હોય અને ત્યારબાદ તેના શરીરમા ફોટો એન્ટીબોડી બને છે કે જે મગજના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે .અને જો આ રોગનો ઈલાજ સમયસર કરવામા ન આવે તો આ રોગ બાળક માટે જીવલેણ સાબિત થાય છે.
જ્યારે આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમા કરવામા આવે તો તેનો ખર્ચ ૨ લાખથી લઈ ૬ લાખ સુધી થઈ શકે છે. રોગની સારવાર માટે કેન્સર મા વપરાતી દવાઓ અને મોનોકલોન એન્ટીબોડી ના ઇન્જેક્શન આપવામા આવે છે. જ્યારે આ રોગમાથી બાળક સપૂર્ણપણે બે થી ત્રણ માસ સુધીમા બહાર નીકળે છે. ત્યારે આ રોગથી પીડાતા છેલ્લા ત્રણ માસમા પાચ બાળકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જે તમામ બાળકોને સપૂર્ણપણે સ્વસ્થ કરી દેવામા આવ્યા છે.જ્યારે બાળકો સ્વસ્થ થતા તેના માતા-પિતા દ્વારા તબીબોનો આભાર માનવામા આવ્યો હતો.
ખાનગી હોસ્પિટલે ૧ લાખ સુધી નો ખર્ચ કહેતા અમે હિમત હારી ગયા હતા: હાર્દિકના માતા-પિતા

રાજકોટ ખાતે રહેતા હાર્દિક અરવિદભાઈ સોલકી ના પિતાએ વોઇસ ઓફ ડે સાથેની ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ હતુ કે, મારા દીકરાને આજથી એક માસ પૂર્વે આચકી ઉપડી જતા તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો જ્યા તેને બે દિવસ રાખ્યા બાદ તેના તબીબો એ તેને ૧૫ હજાર રૂપિયાના ત્રણ ઇન્જેક્શન આપવાનુ કહ્યુ હતુ જેથી અમે તેનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. અને અમારા હાર્દિકને સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. જ્યા ડો.પકજ બૂચ દ્વારા તેના સીધા ઓબ્ઝર્વેશન હેઠળ હાર્દિકને કે.ટી. ચિલ્ડ્રન વિભાગમા દાખલ કરવામા આવ્યો હતો. જ્યારે મારા હાર્દિકને હોસ્પિટલમા દાખલ કર્યો હતો ત્યારે તે બોલી પણ શકતો ન હતો અને કઈ ખાઈ પણ શકતો ન હતો પરતુ એક માસમા સિવિલના તબીબો દ્વારા તેને સપૂર્ણ સ્વસ્થ કરી દીધો છે. જેથી હુ તેમનો ખૂબ જ આભાર માનુ છુ.
ગરીબ દર્દીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ: ડો.આર.એસ.ત્રિવેદી (તબીબી અધિક્ષક )

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વિશેષ વાતચીતમા જણાવ્યુ હતુ કે, ‘ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ’ રોગથી પીડાતા એક બાળકીને ત્રણ માસ સુધી પીએમએસએસવાય બિલ્ડીંગના આઇસીયુ વિભાગમા દાખલ કરવામા આવ્યુ હતુ જે બાળકીને વારવાર આચકી આવવી અને તેનુ શરીર ધીમે ધીમે લકવાગ્રસ્ત થઈ રહ્યુ હતુ.પરતુ તબીબો દ્વારા તેને આ રોગના મુખમાથી બહાર કાઢી સપૂર્ણપણે સ્વસ્થ કરી રમતી કરી દેવામા આવી હતી. જ્યારે ખર્ચ બાબતે તબીબી અધિક્ષકે જણાવ્યુ હતુ કે ,જો આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમા લેવામા આવે તો વાલીઓને બે લાખ થી છ લાખ સુધીનો ખર્ચો થઈ શકે છે.કારણકે આ રોગની સારવાર માટે આપવામા આવતા એક ઇન્જેક્શનનો ભાવ ૧૫ હજાર રૂપિયા છે જ્યારે આ રોગમા તે ઇન્જેક્શન ઓછામા ઓછા ત્રણ સુધી દેવામા આવતા હોય છે તેથી સામાન્ય વર્ગના કે ગરીબ વર્ગના દર્દીઓ ખર્ચ કરી શકતા નથી તેથી સિવિલ હોસ્પિટલ સામાન્ય દર્દીઓ માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.
ખાનગી હોસ્પિટલમા રૂ.૬ લાખ સુધી ખર્ચ થતી સારવાર સિવિલ હોસ્પિટલમા નિ:શુલ્ક
ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ રોગની સારવાર જો ખાનગી હોસ્પિટલમા લેવામા આવે તો તેનો ખર્ચ ૬ લાખ સુધીનો થઈ શકે છે અને મગજને લગતા અનેક રિપોર્ટ મુબઈ કરાવવામા આવતા હોવાથી તેનો પણ ખર્ચ વધુ થઈ શકે છે પરતુ તેની સામે જ સિવિલ હોસ્પિટલમા અને સારવાર નિશુલ્ક પણે થઈ જાય છે.
રોગના લક્ષણો
- લાબા સમય સુધી તાવ, શરદી અને ઉધરસ રહેવી
- બાળકને વારવાર અચકી ઉપડવી
- બાળક બેભાન થઇ જવુ
- શરીરમા લકવાની અસર થવી
- શ્વાસ લેવામા તકલીફ થવી
બાળકોની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય કામ નહિ કરતા રોગ થવાનો ભય વધુ:ડૉ.પકજ બૂચ (કે.ટી.ચિલ્ડ્રન વિભાગ)
‘ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ’ રોગ વિશે માહિતી આપતા સિવિલ હોસ્પિટલમા કે.ટી.ચિલ્ડ્રન વિભાગના વડા ડૉ.પકજ બૂચે ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે, આ રોગ થવાનો ભય સાત વર્ષથી ઓછી ઉંમરના બાળકોમા વધુ જોવા મળે છે જે બાળકોને રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરતી ન હોય તેવા બાળકોને આ રોગ તેના ચપેટમા લે છે. જો તમારા બાળકને લાબા સમય સુધી તાવ અને ઉધરસ ની બીમારી રહેતી હોય તો તુરત જ નિષ્ણાતો નો સપર્ક કરવો જરૂરી છે. છેલ્લા ત્રણ માસની અદર આ રોગથી પીડાતા પાચ બાળકોને સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા જેઓને સપૂર્ણપણે સ્વસ્થ કરી સિવિલ હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી.
ત્રણ માસ સુધી અમારી રિવાને તબીબોએ પોતાની દીકરીની જેમ સાચવી સારવાર આપી: બાળકી રિવાના માતા-પિતા

‘ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ’ રોગમાથી સ્વસ્થ થયેલી સુત્રાપાડા ખાતે રહેતી રિવા દિલાવરભાઈ બારડના માતા પિતાએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ હતુ કે, રીવાને આચકી ઉપડતા તેને પ્રથમ ગીર સોમનાથની ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી ત્યા તેને ૧૧ દિવસ રાખવામા આવી હતી તે ૧૧ દિવસનો ખર્ચ જ અમારે બે લાખ રૂપિયા જેટલો થયો હતો. પરતુ અમારી રિવા સ્વસ્થ થઈ ન હતી જેથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી.જ્યા રિવાને ત્રણ માસ સુધી રાખવામા આવી હતી.અને ત્યાના તબીબોએ અમારી રિવાને પોતાની દીકરીની જેમ સારવાર આપી આ રોગમાથી બહાર કાઢી હતી.જેથી તેમનો અમે આભાર માનીએ છીએ.