મગની દાળ ખાવા થી પાચનક્રિયા સુધારવાની સાથે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે
દાળમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દાળ ઘણા પ્રકારની હોય છે ચણાની દાળ, અરહર દાળ, મસૂર દાળ વગેરે. પરંતુ, મગની દાળ સૌથી હેલ્ધી માનવામાં આવે છે. મગની દાળ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડ્સમાંથી એક છે. મગની દાળ સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ છે.
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, મગની દાળમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જે વજનને કંટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મગની દાળનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. મગની દાળમાં વિટામિન A, B, C અને E ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સાથે તેમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે મગની દાળ શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે.
મગની દાળનું સેવન કરવાથી મળતા ફાયદા
- મગની દાળના સેવનથી એકસ્ટ્રા કોલેસ્ટ્રોલને શરીરમાંથી દૂર કરવામાં મદદ મળે છે.
- મગની દાળ મેટાબોલિઝ્મ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે, જે એસિડિટી, કબજિયાત, ખેંચાણ અને અપચોની સમસ્યાને કંટ્રોલમાં રાખે છે.
- મગની દાળમાં કેલરી ખૂબ જ ઓછી જોવા મળે છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
- મગની દાળ પાચનક્રિયા સુધારે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પાચન પ્રક્રિયાને સારી રાખવા માટે ડાયટમાં
- મગની દાળનો સમાવેશ કરી શકાય છે. મગની દાળથી પેટની ગરમીને પણ દૂર કરી શકાય છે.
- મગની દાળનું સેવન કરવાથી એનર્જી મળે છે. મગની દાળમાં પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ,પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે શરીરની નબળાઈને દૂર કરે છે.
- સવારના સમયે ફણગાવેલી મગની દાળનું સેવન ફાયદાકારક છે.