- માંગરોળમાં પાંચ શખ્સોએ યુવકને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતાર્યો : મહિલા સહિત પાંચ સામે નોંધાતો ગુનો
વોઇસ ઓફ ડ રાજકોટ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેડતી કરવાના મામલે રખડતુ ભટકતું જીવન જીવતાં યુવકને ઝાડ સાથે બાંધી તાલીબાની સજા આપી મોતને ઘાટ પોલીસે મહિલા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
માહિતી મુજબ, માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે રહેતા સંગીતા કારાભાઈ ઘોસીયા ગામની નફરી વાડીના ખેતરમાં આવેલ મામાદેવના થાનકની જગ્યામાં દીવાબતી કરવા જતાં તે સમયે જ ચંદવાણા ગામના વરજાંગભાઈ વીરાભાઇ વાજા નામનો યુવાન મંદિરે દર્શન કરવા જતો જેથી મહિલાને એવી શંકા થતી કે,આ યુવક તેની પાછળ ફરે છે.જેથી મહિલાએ આ વાતની જાણ પતિ હરેશ કારાભાઈ ઘોસીયા, તેનો ભાઈ જયેશ, પિતા કારા અરજણ તથા કંકણા ગામના સામત રાજા મજેઠીયાને કરતાં તેઓએ મહિલા સાથે મળી વરજાંગનો પીછો કરી તેને પકડી લીધો હતો.
દોરડા વડે આંબાના ઝાડ સાથે બાંધી લાકડીઓ અને ધોકા વડે આડેધડ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બનાવની જાણ મૃતકના ભાઈ દિનેશ વીરાભાઇને થતા તેમણે શીલ પોલીસમાં મહિલા સહિત પાંચ શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પીએસઆઇ એચ.વી.ચુડાસમાએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.